Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અમેરિકાના એટલાન્ટા જયોર્જીયામાં AAPIનું ૩૭મું વાર્ષિક અધિવેશન ખુલ્લુ મુકતા સદગુરૃઃ વિશ્વમાં સદભાવનો સંદેશ ફેલાવી રહેલા સદગુરૂએ મનનીય ઉદબોધન કર્યુઃ AAPI પ્રેસિડન્ટ ડો.નરેશ પરીખએ ઉપસ્થિત બે હજાર જેટલા પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ

એટલાન્ટાઃ અમેરિકાના એટલાન્ટા જયોર્જીયામાં ૩ થી જુલાઇ ૨૦૧૯ થી શરૂ થયેલા અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)ના ૩૭મા વાર્ષિક અધિવેશનનું ઉદઘાટન ૪ જુલાઇના રોજ જગતમાં સદભાવનાનો સંદેશો ફેલાવી રહેલા સદગુરૂએ કર્યુ હતું. તથા મનનીય ઉદબોધન કર્યુ હતું.

AAPI પ્રેસિડન્ટ ડો.નરેશ પરીખએ ઉપસ્થિત બે હજાર જેટલા પ્રતિનિધિઓનું સ્વાગત કર્યુ હતું. તથા ૭ જુલાઇ સુધી ચાલનારા અધિવેશનમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.

આ તકે અધિવેશન ચેર ડો.શ્રીની ગંગાસાની ડો.પેટ્રીક હેરિસ, એટલાન્ટા ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ ડો.સ્વાતિ વિજય કુલકર્ણી ડો.સુરેશ રેડ્ડી, ડો.કપાસી, સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

(7:41 pm IST)