Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

અમને ભારતનું નાગરિકત્‍વ આપોઃ યુધ્‍ધગ્રસ્‍ત અફઘાનિસ્‍તાનના લઘુમતિ શીખ તથા હિન્‍દુઓની વિનંતીઃ છેલ્લા બે દાયકાથી ભારતમાં આવી ગયા હોવા છતાં નાગરિકત્‍વ નહીં મળવાથી યુ.એન.ની દરમિયાનગીરી માટે અપેક્ષા

અમૃતસરઃ છેલ્લા બે દાયકા ઉપરાંત સમયથી ભારતમાં રહેતા તથા અફઘાનિસ્‍તાનનું નાગરિકત્‍વ ધરાવતા અમુક શીખ તથા હિન્‍દુ લોકોની વારંવાર વિનંતી છતાં તેઓને હજુ સુધી ભારતનું નાગરિકત્‍વ નહી અપાતા આ મુદે યુ.એન.ને દરમિયાનગીરી કરવા અનુરોધ કરાયો છે.

શીખ આગેવાન હરનામ સિંઘએ જણાંવ્‍યા મુજબ યુધ્‍ધગ્રસ્‍ત અફઘાનિસ્‍તાનમાં લઘુમતિ કોમ માટે જાનનું જોખમ હોવાથી તેઓ વતનમાં સ્‍થાયી થવા માંગે છે. પરંતુ તેઓને પોતાના વતનનું નાગરિકત્‍વ બે દાયકા ઉપરાંતનો સમય વીતી ગયા છતા મળતુ નથી. આવી તેમણે વિશ્વ વ્‍યાપ્‍ત તમામ શીખો તથા હિન્‍દુઓને મદદરૂપ થવા વિનંતી કરી છે.તથા યુનાઇટેડ નેશન્‍શ દ્વારા દરમિયાનગીરી થાય તેવો અનુરોધ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:01 am IST)