Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમેરિકામાં મિચિગનના કોંગ્રેશ્‍નલ ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુનિલ ગુપ્‍તાનો સૌથી વધુ ચૂંટણી ફંડ ભેગુ કરવાનો વિક્રમઃ ફેસબુક એડમાં દર્શાવ્‍યા મુજબ ૧.૩૩ મિલીયન ડોલર ભેગા થઇ ગયા

મિચિંગનઃ અમેરિકામાં મિચીગનના ૧૧મા ડીસ્‍ટ્રીકટના ડેમોક્રેટ કોંગ્રેશ્‍નલ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુનિલ ગુપ્‍તાએ ફેસબુકમાં મુકેલી એડ મુજબ તેમણે આ કવાર્ટરમાં સૌથી વધુ ફંડ ભેગુ કરવાનો વિક્રમ સજર્યો છે. આ રકમ ૧.૩૩ મિલીયન ડોલર થવા જાય છે.

તેઓ ખાસ કરીને ટ્રમ્‍પની હેલ્‍થકેર વિરોધી પ્રવૃતિઓની નારાજ હોવાથી સામાન્‍ય પ્રજાજનોને રાહત દરે હેલ્‍થકેર અપાવવાની નેમ રાખે છે ઉપરાંત સમાનતાને પ્રાધાન્‍ય આપવા માંગે છે.

મિચિગનના ૧૧મા ડીસ્‍ટ્રીકટમાંથી પ્રાઇમરી ચૂંટણી માટે પાંચ ડેમોક્રેટ ઉમેદવારો વચ્‍ચે સ્‍પર્ધા છે. પ્રાઇમરી ચૂંટણી ૭ ઓગ.૨૦૧૮ના રોજ રોજ છે. 

(12:11 am IST)