Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

ચીનના નાગરિકોને ઓસ્ટ્રેલિયા ન જવાની સલાહ : વંશીય ભેદભાવ રાખવામાં આવતો હોવાનું કારણ આપ્યું : હકીકતમાં કોવિદ -19 માટે ચીનને જવાબદાર ગણતા ઓસ્ટ્રેલિયાનો વિરોધ કરવાનું પગલું

બેજિંગઃ : ચીન સરકારે પોતાના નાગરિકોને ઓસ્ટ્રેલિયા ન જવા સલાહ આપી છે.જે માટે ત્યાં વંશીય ભેદભાવ હોવાનું કારણ આપ્યું છે. તથા ચીનના નાગરિકો પ્રત્યે પૂર્વગ્રહ રાખવામાં આવતો હોવાનું કારણ આપ્યું છે. હકીકતમાં  કોવિદ -19 ના ફેલાવા માટે અન્ય દેશોની માફક ઓસ્ટ્રેલિયા પણ ચીનને જવાબદાર ગણતું હોવાનું કારણ છે.
આ કારણથી જ ચીને ઓસ્ટ્રેલિયાથી આવતા માંસ ઉપર 80 ટકા ડ્યુટી વધારી દીધી છે.

(11:55 am IST)