Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

બ્રિટનના મિનિસ્ટર ભારતીય મૂળના શ્રી આલોક શર્મા કોરોના વાઇરસની ઝપટમાં : પાર્લામેન્ટ માટે બિલ વાંચી રહ્યા હતા ત્યારે તબિયત બગડી : કોરોના પોઝિટિવ આવ્યો

લંડન : બ્રિટનના બિઝનેસ સેક્રેટરી ભારતીય મૂળના 52 વર્ષીય શ્રી આલોક શર્મા ગઈકાલ બુધવારે પાર્લામેન્ટ માં રજૂ કરવાનું થતું  બિલ વાંચી રહ્યા હતા ત્યારે તેઓને અસુખ જેવું જણાતાં તેમનો મેડિકલ ટેસ્ટ લેવાયો હતો.જે અંતર્ગત તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે.તેઓને  સેલ્ફ આઇસોલેટ રહેવાની સલાહ આપવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:27 pm IST)