Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

" આપણે રૂબરૂ મળીશું ત્યારે ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું : ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસન અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચ્યુઅલ સમિટ : ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીયોનું ધ્યાન રાખવા બદલ શ્રી મોદીએ આભાર માન્યો : બંને દેશ વચ્ચે વ્યવસાયિક કરારો થવાની શક્યતા

ન્યુદિલ્હી : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર  મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મોરિસન વચ્ચે આજરોજ વર્ચ્યુઅલ સમિટ  શરૂ થઇ હતી..આ સમિટ દરમિયાન બન્ને નેતા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવાને લઈને વાતચીત કરી હતી. જેમા પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીના વખાણ કરતા કહ્યું કે તમે જે રીતે ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓનું કોરોના મહામારી વચ્ચે ધ્યાન રાખ્યું તેના માટે હું આભારી છું. સામે પક્ષે ઓસ્ટ્રેલિયાના PM મોરિસને કહ્યું કે આપણે રૂબરૂ મળીશું તો ગળે જરૂર મળીશું અને ગુજરાતી ખીચડીનો સ્વાદ માણીશું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠક દરમિયાન બન્ને દેશ વચ્ચે રોકાણ અને વેપારની સાથે-સાથે કોરોના વાઈરસ મહામારીને લઈને ચર્ચા થશે. આ દરમિયાન બન્ને દેશ વચ્ચે ઘણી સમજૂતિ અને જાહેરાતો પણ થઈ શકે છે. બન્ને નેતા છેલ્લા દોઢ વર્ષમાં ચાર વાર મળ્યા છે. નવેમ્બર 2018માં સિંગાપોરમાં ઈસ્ટ એશિયા સમિટમાં, 2019માં ઓસાકામાં G-20માં, ઓગસ્ટ 2019માં બિયારિત્ઝમાં G-7 સમિટમાં અને નવેમ્બર 2019માં બેંકોકમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં મળ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:16 pm IST)