Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

અમેરિકામાં ફાટી નીકળેલા તોફાનો ડામવા સૈન્ય તેનાત કરવાનું ટ્રમ્પનું પગલું યોગ્ય હતું ? : કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને પત્રકારે પૂછેલો સવાલ : જવાબ આપતા પહેલા 20 સેકન્ડ સુધી મોઢું બંધ રાખ્યું

ટોરોન્ટો : અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના પોલીસ દમનથી થયેલા મોતના પડઘા અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાં પણ પડ્યા છે.જ્યાં રંગભેદ વિરુદ્ધની નીતિનો વિરોધ કરવા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.તથા શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.
આ બધા વચ્ચે કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને પત્રકારે સવાલ પૂછ્યો હતો કે અમેરિકામાં ફાટી નીકળેલા તોફાનો ડામવા ટ્રમ્પનું સૈન્ય તેનાત કરવાનું પગલું યોગ્ય હતું ? જેનો જવાબ આપતા પહેલા ટ્રુડોએ 20 સેકન્ડ સુધી મોઢું બંધ રાખ્યું હતું.પછી વિચારીને જવાબ આપ્યો હતો.જેમાં ટ્રમ્પનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે આ સમય લોકોને સાથે લઈને ચાલવાનો છે.વિકાસના દસકાઓ બાદ પણ અન્યાય થતો રહેવાના દાખલાઓ જોવા મળે છે.

(1:34 pm IST)