Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

પાકિસ્તાનમાં કોરોનાએ શીખ ડો.ફાગ ચંદ સિંહનો ભોગ લીધો : છેલ્લા 4 દિવસથી વેન્ટિલેટર ઉપર હતા : ગઈકાલ સોમવારે અંતિમ શ્વાસ લીધા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ખૈબર પખ્તુનખા સ્થિત શીખ ડોક્ટર ફાગ ચંદ સિંહનું કોરોના વાઇરસથી મૃત્યુ થયું છે.તેઓ છેલ્લા 4 દિવસથી પ્રાઇવેટ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર હતા.ગઈકાલ સોમવારે તેમનું અવસાન થતા અંતિમક્રિયા કરાઈ હતી.

તેઓ 1980 ની સાલના એમબીબીએસ ડોક્ટર હતા.તેમને પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડન્ટ ઝિયા ઉલ હક્કે સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરેલા હતા.

(12:40 pm IST)