Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અમેરિકાની ૨૦૧૮ની સાલની ફીઝીકસ ટીમમાં સ્થાન મેળવતા ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ : પોર્ટલેન્ડ મુકામે યોજાનારી ઇન્ટરનેશનલ ફીઝીકસ ઓલિમ્પીઆડમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા પસંદ થવાની શકયતા

વોશીંગ્ટન : પોર્ટુગલમાં લિસ્બન મુકામે ૨૧ થી ૨૯ જુલાઇ ૨૦૧૮ દરમિયાન યોજાનારી ૪૯ મી ઇન્ટરનેશનલ ફીઝીકસ ઓલિમ્પીઆડમાં ભાગ લેવા માટે અમેરિકાની ૨૦ સ્ટુડન્ટસની ફીઝીકસ ટીમમાં ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે.

અમેરિકન એશોશિએશન ઓફ ફોઝીકસ ટીચર્સ દ્વારા પસંદ કરાયેલા ૨૦ ફીઝીકસ સ્ટુડન્ટસમાં સાન જોસ કેલિફોર્નિયાની હાઇસ્કૂલના સિનીયર સ્ટુડન્ટ સ્વપ્નિલ ગર્ગ તથા પોર્ટલેન્ડ ઓરેગનની ક્રિષ્ના હોમસ્કૂલના નવા સ્ટુડન્ટ ગોપાલ કે. ગોગલનો સમાવેશ કરાયો છે.

તમામ ૨૦ સ્ટુડન્ટસને ટ્રેનીંગ અપાશે તથા તેમાંથી પસંદ કરાયેલા પાંચ સ્ટુડન્ટસને પોર્ટલેન્ડ મુકામે યોજાનારી ઓલિમ્પીઆડમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા માટે  મોકલાશે. જ્યાં ૧૩૩ દેશોના સ્ટુડન્ટસ વચ્ચે સ્પર્ધા થશે.

(5:56 pm IST)