Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

વર્તમાન કોરોના વાઇરસના સંજોગોમાં ચિંતામુક્ત અને હેલ્ધી કઈ રીતે રહેવું ? : યુ.એસ.માં કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકા આયોજિત ડો.જીતેન્દ્ર અઢિયાના વેબિનારને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ : જાગૃત અને અજાગૃત મન વિષે સમજણ આપી : અમેરિકા ,કેનેડા સહિતના દે શોના 300 જેટલા લોકોએ વિડિઓ મીટીંગનો લાભ લીધો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી : ગત તારીખ 3 મે રવિવારના રોજ અમેરિકાના સમય મુજબ સવારે 11 કલાકે ડો.જીતેન્દ્ર અઢીયાનો એક વેબિનાર યોજાયેલ. આશરે 2 કલાક ચાલેલ વિડિઓ મિટિંગમાં આશરે 300 જેટલા વ્યક્તિઓ જોડાયેલ.જેનો અમેરિકા ,કેનેડા ,સહિતના બીજા દેશોના લોકોએ લાભ લીધો હતો.
કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકા દ્વારા આયોજિત વેબિનારનું શ્રી દર્શન કણસાગરા ,અને શ્રી દુષ્યંત માકડિયાએ સુંદર સંચાલન કર્યું હતું.
ડો.જીતેન્દ્ર અઢિયાએ વેબિનાર દ્વારા માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ કોરોના ,કોવિદ -19 ના સમયમાં બે વાત સમગ્ર વિશ્વ તથા માનવ સમુદાય માટે ચિંતાનો વિષય છે.આવા સમયમાં હેલ્થ કેવી રીતે સાચવવી અને ધંધા બિઝનેસની ચિંતામાંથી કેવી રીતે મુક્ત થવું તેની સચોટ માહિતી આપી હતી.
જાગૃત મન અને અજાગૃત મન ( મગજથી )   બધી વસ્તુનું નિયંત્રણ કરી શકાય છે.આપણે જાગૃત મનથી બધા નિર્ણયો ,તર્ક ,વગેરે કરીએ છીએ.જયારે અજાગૃત મનથી કઈ કરી શકાતું નથી.ખુબ ઊંડાણભરી રીતે જાગૃત મન અને અજાગૃત મન વિષે સમજણ  આપી હતી.

જાગૃત મન પાસે 10 ટકા શક્તિ છે.જયારે અજાગૃત મન પાસે 90 ટકા શક્તિ રહેલી છે. બંને વચ્ચેનો તફાવત ,કાર્યશૈલી ,તર્ક ,વિચાર ,વિષે ખુબ ઊંડાણ ભરી છણાવટ કરી હતી. બંને મન સાથે કઈ રીતે કામ લઇ શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.રિલેક્ષેશન ,મેડિટેશન ,અને યોગા દ્વારા બંને મન ઉપર કાબુ મેળવી શકાય છે.90 ટકા શક્તિ ધરાવતા અજાગૃત મનને કઈ રીતે ઉપયોગમાં લઇ શકાય કે જેથી આપણે ચિંતામુક્ત ,તથા ખુબ હેલ્ધી બની લક્ષ્ય ઉપર પહોંચી શકીએ
ડો.અઢિયાના 2 કલાક ચાલેલા વિડિઓ કોન્ફરન્સનો અદભુત લહાવો દર્શકોએ લીધો હતો.
ભવિષ્યમાં ડો.અઢિયાનો વર્કશોપ યોજવાની તૈયારી પણ થઇ ચુકી છે.જે અમેરિકાના જુદા જુદા ગુજરાતી સંગઠનો દ્વારા યોજવામાં આવશે
ડો.પ્રદીપભાઈ કણસાગરા ( યુરોલોજી સર્જન ) ના માર્ગદર્શન હેઠળ વેબિનારનું સફળ સંચાલન શ્રી દુષ્યંત માકડીયા અને શ્રી દર્શન કણસાગરાએ કર્યું હતું
કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી સંજય કાલાવાડિયા અને સમાજના અગ્રણી શ્રી ભાસ્કરભાઈ સુરેજાએ આભાર વિધિ કરી હતી.તથા ડો.જીતેન્દ્ર અઢિયા અને ડો.પ્રદીપભાઈ કણસાગરનો આભાર વ્યક્ત કર્યો હતો.તેવું શ્રી ભાસ્કર સુરેજાની યાદી જણાવે છે.

(9:38 pm IST)