Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

''સાયન્સ એન્ડ સાયન્ટીસ્ટસ ૨૦૧૯'': વર્લ્ડ વેગન ઓર્ગેનાઇઝેશન, પ્રિન્સેટોન ભકિત વેદાન્ત, તથા શ્રી ચૈતન્ય સારસ્વત ઇન્સ્ટીટયુટના સંયુકત ઉપક્રમે આગામી ૧૫ તથા ૧૬ જુનના રોજ યોજાનારી ઇન્ટરનેશનલ કોન્ફરન્સઃ રૂટગર્સ યુનિવર્સિટી, પિસ્કાટાવે, ન્યુજર્સી USA મુકામે યોજાનારી કોન્ફરન્સમાં માંસાહારને બદલે શાકાહારને સાયન્સના સમર્થન અંગે વિશ્વ વ્યાપ્ત વૈજ્ઞાનિકો ઉદબોધન કરશે

(દિપ્તીબેન જાની દ્વારા)ન્યુજર્સીઃ વર્લ્ડ વેગન ઓર્ગેના ઇઝેશનના ઉપક્રમે આગામી ૧૫ તથા ૧૬ જુન ૨૦૧૯ દરમિયાન સાતમી વાર્ષિક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ''સાયન્સ એન્ડ સાયન્ટીસ્ટસ ૨૦૧૯ યોજાશે.

પ્રિન્સેટોન ભકિત વેદાન્ત ઇન્સ્ટીટયુટ ઓફ સ્પિરીચ્યુઅલ કલ્ચર એન્ડ સાયન્સ તથા શ્રી ચૈતન્ય સારસ્વત ઇન્સ્ટીટયુટ ઓફ સ્પિરીચ્યુઅલ કલ્ચર એન્ડ સાયન્સ સાથેના સંયુકત ઉપક્રમે યોજાનારી આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું સ્થળ રૂટગર્સ યુનિવર્સિટી સ્ટુડન્ટસ સેન્ટર, પિસ્કાટાવે ટાઉનશીપ ન્યુજસી USA રાખવામાં આવ્યું છે જેનું વિષય વસ્તુ ''કુદરત દ્વારા મળતી ચેતના અને જીવન'' છે.

કોન્ફરન્સમાં યુ.એસ.એ. યુ.કે. આયર્લેન્ડ, ઇન્ડિયા, તથા નેપાળમાં વસતા અગ્રણી વૈજ્ઞાનિકો હાજરી આપશે. જે અંતર્ગત સાયન્સમાં પણ જાગૃતિ તથા ચેતના તથા પવિત્રતા સમાવિષ્ટ હોવાનું દર્શાવવાનો છે.

આ કોન્ફરન્સ ખાસ મહત્વની બની રહેશે કારણકે તેમાં વિશ્વમાં શાકાહારનો વ્યાપ વધારવાનો હેતુ છે. જે માત્ર પર્યાવરણને ધ્યાને લઇને નહીં પરંતુ પશુઓમાં પણ ચેતના છે તથા તેમને પણ પોતાનું જીવન છે. જેઓના ઉપર આચરાતી હિંસા તથા ક્રુરતા દુર કરવા માટે પણ શાકાહાર ખાસ જરૂરી છે. સૃષ્ટિના દરેક જીવમાં એક જ ચેતના વ્યાપ્ત છે. તેથી ખોરાકમાં માંસાહારનો ત્યાગ કરી શાકાહાર અપનાવી વિશ્વ શાંતિ માટે યોગદાન આપવાનો છે. આ બાબતે અગ્રણી વિદ્વાન વકતાઓ ઉદબોધન કરશે.

કોન્ફરન્સમાં જોડાવા માટે વર્લ્ડ વેગન વિઝન ઓર્ગેનાઇઝેશન ભકિત વેદાન્તા ઇન્સ્ટીટયુટ ઓફ સ્યિરીચ્યુઅલ કલ્ચર એન્ડ સાયન્સનો www.worldveganvision.org  દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું વર્લ્ડ વેગન વિઝન ફાઉન્ડર શ્રી કે.શાહએ ૨૪ એપ્રિલના રોજ ન્યુજર્સી ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આપેલ માહિતીના આધારે શ્રી મોહમ્મદ જાફર સ્નેપ્સઇન્ડિયા દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)