Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ફ્રન્ટલાઈન મેડિકલ સ્ટાફ માટે માસ્ક્સ,સેનિટાઇઝર,સહિતના ઉપકરણો ખરીદવા ડોનેશન આપો : જીવના જોખમે કોરોના વાઈરસગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે : ઇન્ડિયન અમેરિકન એસેમ્બલીમેન શ્રી આશ કાલરાની અપીલ

કેલિફોર્નિયા : કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સાન જોસનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઇન્ડિયન અમેરિકન એસેમ્બલીમેન શ્રી આશ કાલરાએ ફ્રન્ટલાઈન મેડિકલ સ્ટાફને ઉપકરણો પુરા પાડવા માટે ડોનેશન આપવા અપીલ કરી છે.
તેમણે જણાવ્યું છે કે આ મેડિકલ સ્ટાફના લોકો પોતાના જીવન જોખમે કોરોના ગ્રસ્ત લોકોની સારવાર કરી રહ્યા છે.તેઓને માસ્ક્સ, હેન્ડસેનિટાઇઝર્સ ,ગોગલ્સ ,શૂઝ ,સહિતના ઉપકરણોની તંગી વરતાઈ રહી છે.તે પુરા પાડવા ડોનેશન આપવા તેમણે વેલી મેડિકલ સેન્ટર ફાઉન્ડેશનનો સવારે 8 થી સાંજે 5 વાગ્યા દરમિયાન સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે.

(6:18 pm IST)