Gujarati News

Gujarati News

News of Sunday, 26th February 2023

વિદેશી વિદ્યાર્થીઓ માટે કુટુંબ લાવવા પર પ્રતિબંધ મુકવાનું યુનાઇટેડ કિંગડમનું આયોજન

લંડન :યુનાઇટેડ કિંગડમ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને "ઉચ્ચ-મૂલ્ય" ડિગ્રીનો અભ્યાસ ન કરે ત્યાં સુધી તેમના પરિવારના તાત્કાલિક સભ્યો જેમ કે જીવનસાથી અને બાળકો લાવવા પર પ્રતિબંધ મૂકવાનું આયોજન કરી રહ્યું છે.

ધ ટાઈમ્સમાં પ્રકાશિત એક સમાચાર મુજબ, વિજ્ઞાન, ગણિત અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા માત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ તેમના આશ્રિતોને યુકેમાં લાવવા માટે સક્ષમ હશે.

વિદેશી વિદ્યાર્થીઓને પણ કુટુંબ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે સિવાય કે તેઓ ઉચ્ચ સ્તરે અભ્યાસ કરતા હોય, જેમ કે માસ્ટર ડિગ્રી અથવા પીએચડી, તેવું અહેવાલમાં ઉમેર્યું હતું.
 

બ્રિટને વિદેશી વિદ્યાર્થીઓ સાથે જોડાનારા પરિવારના સભ્યોની સંખ્યામાં લગભગ આઠ ગણો વધારો નોંધાવ્યો છે. ઈમિગ્રેશનના આંકડાઓ મુજબ, ગયા વર્ષે લગભગ 5 લાખ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા. તેમની સાથે 135,788 આશ્રિતો હતા. જયારે 2019 માં આ સંખ્યા 16,047 હતી.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:51 pm IST)