Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

AAPI વિકટરી ફંડના કો-ચેર શ્રી દિલાવર સૈયદની સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં નિયુક્તિ : પ્રેસિડન્ટ જો બીડને ડેપ્યુટી એડમિનિસ્ટર તરીકે નિમણુંક આપી : સેનેટ દ્વારા માન્યતા મળશે તો ઉચ્ચ હોદા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ પાકિસ્તાની અમેરિકનનો વિક્રમ સર્જાશે

વોશિંગટન : અમેરિકામાં એશિયન અમેરિકન પ્રજાજનોને રાજકારણમાં પ્રોત્સાહિત કરવા તથા જુદા જુદા હોદાઓ ઉપર ચૂંટાઈ આવે તે માટે 2016 ની સાલમાં શેખર નરસિંહમ તથા સૈયદ દ્વારા શરૂ કરાયેલા એશિયન અમેરિકન પેસિફિક આઈલૅન્ડર્સ ( AAPI  ) વિકટરી ફંડના કો-ચેર શ્રી દિલાવર સૈયદની સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં નિયુક્તિ થઇ છે.
પ્રેસિડન્ટ જો બીડને તેઓને  સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડેપ્યુટી એડમિનિસ્ટર તરીકે નિમણુંક આપી છે.

જો સેનેટ દ્વારા આ નિમણુંક માન્ય રહેશે તો શ્રી સૈયદ દ્વારા ઉચ્ચ હોદા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ પાકિસ્તાની અમેરિકનનો વિક્રમ સર્જાશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:20 pm IST)