Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

અમેરિકાના હ્યુસ્ટનમાં પડેલી કડકડતી ઠંડી વચ્ચે જરૂરિયાતમંદ એશિયનોની વહારે સેવાભાવી સંસ્થાઓ : ઈન્ડિયા કલ્ચર સેન્ટર, સેવા ઇન્ટરનેશનલ ,તથા દાઉદી વોહરા કમ્યુનિટિ સંગઠનની પ્રશંશનીય કામગીરી

હ્યુસ્ટન : ગયા સપ્તાહમાં અમેરિકાના હ્યુસ્ટનમાં ડીપ ફ્રીઝ જેવી પડેલી કડકડતી ઠંડી વચ્ચે જરૂરિયાતમંદ એશિયનોની વહારે સેવાભાવી સંસ્થાઓ આવી હતી.જેમાં ઈન્ડિયા કલ્ચર સેન્ટર, સેવા ઇન્ટરનેશનલ ,તથા દાઉદી વોહરા કમ્યુનિટિ સંગઠનનો સમાવેશ થતો હતો.

ઇન્ડિયા કલ્ચર સેન્ટરએ બે  ઈન્ડો-અમેરિકન રેસ્ટોરન્ટ્સમાંથી આશરે 400 ગરમ લંચનું  બેલેરિવ સિનિયર એપાર્ટમેન્ટ્સ, લાફેટે પ્લાઝા એપાર્ટમેન્ટમાં અને સ્થાનિક શાળામાં, તથા જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરી વરિષ્ઠ નાગરિકોને મદદ કરી હતી .

સેવા ઇન્ટર નેશનલ , જે કોવિડ -19 રોગચાળાના પડકારોનો સામનો કરવા માટે સમુદાયને મદદ કરવા હરહંમેશ કાર્યરત છે તેના ઉપક્રમે તૂટેલી પાઇપ લાઈન રીપેર કરાવી આપવામાં  હતી. ઉપરાંત ઇલેક્ટ્રિક પાવર જતો રહેતા લાચાર બની ગયેલા એક યુવા દંપતીને મદદ કરી હતી.જે દંપતીની  મહિલાને 8 માસનો ગર્ભ હતો.તેમજ લાઈટના અભાવે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને અન્ય જગ્યાએ રહેવાની સગવડ કરી આપી હતી.

હ્યુસ્ટનના દાઉદી વોહરા  સમુદાય દ્વારા આયોજિત ખાદ્ય વિતરણ ડ્રાઇવમાં કોન્સ્યુલ જનરલ શ્રી અસીમ મહાજન તથા  કોંગ્રેસના મહિલા સુશ્રી શીલા જેક્સન લી જોડાયા હતા. હ્યુસ્ટન વિસ્તારમાં ઘણા ભારતીય-અમેરિકનોએ એકબીજાને અને તેમના પડોશીઓને ઠંડા હવામાનની પડકારોનો સામનો કરવામાં મદદ કરી.તેવું આઈ.એ.એન.દ્વારા જાણવા મળે છે.

(7:43 pm IST)