Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

હવે અમેરિકાના અન્ય ચાર શહેરોમાં સંભળાશે રેડિયો મિર્ચી

ન્યૂયોર્ક તા. ૬ : દક્ષિણ એશિયાના નંબર વન રેડિયો સ્ટેશન રેડિયો મિર્ચીને હવે અમેરિકાના નવા બે શહેરોમાં સંભળાશે. રેડિયો સ્ટેશન બે મેઈન શહેરો કલીવલેન્ડ તથા કોલંબસમાં શરુ કરવામાં આવ્યું છે. જેને કલીવલેન્ડમાં ૯૩.૧ એફએમ-એચડી૨ પર અને કોલંબસમાં ૧૦૭.૫ એફએમ-એચડી૨ પર સાંભળી શકાય છે. જેને radiomirchiusa.com પર અને એમેઝોન એલેકસા પર પણ સાંભળી શકાય છે. રેડિયો મિર્ચીને એટલાન્ટા અને સેન્ટ લુઈસમાં આવતા થોડા દિવસોમાં લોન્ચ થવાની આશા છે.

દક્ષિણ એશિયન સમુદાયને ધ્યાનમાં રાખતા રેડિયો સ્ટેશન પર ચોવીસ કલાક બોલિવૂડ મ્યૂઝિક, ઈન્ફોટેઈન્મેન્ટ અને કોમેડીના ઉત્તમ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. મિર્ચી ખુશી (સવારે સાતથી દસ સુધી), મિર્ચી શ્રુતિ (સવારે દસથી એક સુધી), મિર્ચી અરિજિત (બપોરે એકથી ચાર સુધી), મિર્ચી (સાંજે ચારથી સાત સુધી), મિર્ચી સાયમા (સાંજે સાતથી દસ સુધી) અને મિર્ચી રોચિ (રાતે દસથી સવારે એક સુધી)ના શો શ્રોતાઓને ભરપૂર મનોરંજન આપશે.

અમેરિકામાં રેડિયો મિર્ચીના કાર્યક્રમોના પ્રસારણનું લાઈસન્સ રાખનાર કંપની આરોહી મીડિયાના સીઈઓ રવિ ચેરુકુરીએ કહ્યું કે, 'અમારો હેતુ ન્યૂઝ, ટોક અને બોલિવૂડ મ્યૂઝિક માટે એક કોમન પ્લેટફોર્મ આપીને દક્ષિણ એશિયન સમુદાયને એક સાથે લાવવાનો છે અને અમને લાગે છે કે તેના માટે રેડિયો મિર્ચી સાથે પાર્ટનરશિપ સિવાયનો કોઈ જ ઉત્તમ વિકલ્પ ન હોય શકે.'

રેડિયો મિર્ચીના એમડી અને સીઈઓ પ્રશાંત પાંડેએ કહ્યું કે, 'આ નવા સ્ટેશનો સાથે પોતાના નેટવર્કનું અમેરિકામાં વિસ્તરણ કરીને અમે ખૂબ જ રોમાંચિત છીએ. અમને આશા છે કે પોતાના કન્ટેન્ટ દ્વારા અમે પ્રવાસીઓનું મનોરંજન કરીશું.' રેડિયો મિર્ચીને ન્યૂયોર્ક, ન્યૂજર્સી તેમજ કનેકિટકટમાં ૧૬૦૦ ખ્પ્ પર પણ સાંભળી શકાય છે.(૨૧.૬)

(11:46 am IST)