Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

અમેરિકાના લિંકન સ્મારકમાં લગાવાઈ સુશ્રી કમલા હેરિસની કાચની તસવીર : દેશના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમવાર અશ્વેત તથા મહિલા વાઇસ પ્રેસિડન્ટનો વિક્રમ સર્જવા બદલ કદર

વોશિંગટન : અમેરિકાના ઐતિહાસિક લિંકન સ્મારકમાં વાઇસ પ્રેસિડન્ટ 56 વર્ષીય  સુશ્રી કમલા હેરિસની કાચની તસવીર લગાવાઈ છે.

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલાના નામે સૌપ્રથમ અશ્વેત તથા મહિલા વાઇસ પ્રેસિડન્ટનો વિક્રમ નોંધાયો છે.જેની કદર રૂપે તેમની તસવીર આવતીકાલ 6 ફેબ્રુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લી મુકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)