Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

અમેરિકાના ન્યુયોર્કમાં વસતા ભારતીયો દ્વારા ચલાવાઈ રહેલી ફૂડ બેન્ક ' હંગર મિટાઓ ' ના વોલન્ટિયર્સને એવોર્ડ : આલિયા મલહોત્રા તથા રિયા લઢ્ઢાને ' યંગ ચેન્જ મેકર્સ ,તથા રાકેશ ભાર્ગવને ' ટ્રુ એમ્બેસેડર ' એવોર્ડ

ન્યુયોર્ક : યુ.એસ.ના ન્યુયોર્કમાં વસતા ભારતીયો વતનથી હજારો જોજન દૂર ભારતીય સંસ્કૃતિની મિશાલ પ્રગટાવી રહ્યા છે.જે મુજબ તેઓએ ' હંગર મિટાઓ ' ફૂડ બેન્ક ચાલુ કરી છે.જેના નેજા હેઠળ ન્યુયોર્કની કોઈપણ જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂખી ન રહે તેવું અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં તેઓએ 4 મિલિયન ભોજન ડીશનું વિતરણ કર્યું છે.કોવિદ -19 સંજોગો વચ્ચે પણ તેમણે ગરીબ પરિવારોને સ્થળ ઉપર ભોજન પૂરું પાડવાની સેવા બજાવી છે.જે માટે આ સેવા આપનાર વોલન્ટિયર્સને એવોર્ડ આપી બહુમાન કરવાનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.જેમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ , બૉલીવુડ સ્ટાર ઓમી વૈદ્યં , તથા વર્ચ્યુઅલ આર્ટસ ફોર હ્યુમિનિટીના આગેવાનો સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)