Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા સાન્ટા ક્લેરિટી કાઉન્સિલર તરીકે ચૂંટણીમાં ઝુકાવતા ઇન્ડિયન અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ શ્રી આકાશ આહુજા

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા સાન્ટા ક્લેરિટી કાઉન્સિલર તરીકેની ચૂંટણીમાં  ઇન્ડિયન અમેરિકન સાઇકિયાટ્રિસ્ટ  શ્રી આકાશ આહુજાએ ઉમેદવારી નોંધાવી છે.જે માટે તેમણે સમાચાર સૂત્રોને આપેલી માહિતી મુજબ તેઓ સાન્ટા ક્લેરિટીને કેલિફોર્નિયાનું બેસ્ટ સીટી બનાવવાની નેમ ધરાવે છે.જે માટે તેઓ નગરજનોને મેન્ટલ તેમજ ફિઝિકલ ટ્રીટમેન્ટ સરળતાથી ઉપલબ્ધ બનાવવા ,ટ્રાફિક નિયંત્રણ કરાવવા ભાવિ પેઢીને ડ્રગના દુષણથી મુક્ત કરાવવા ,નાના વ્યવસાયોનો વિકાસ કરવા તથા રોજગારીનું નિર્માણ કરવા સહિતની નેમ ધરાવે છે.

(1:48 pm IST)