Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

બ્રિટન સ્થિત ભારતીય મૂળના યુવાનને 11 વર્ષની જેલસજા : 574 યુવતીઓના કોમ્યુટર હેક કરી દીધા : ધમકી આપી નિર્વસ્ત્ર તસવીરો મગાવી : સાઇબર ક્રાઇમ હેઠળ સજા ફટકારાઇ

લંડન : બ્રિટન સ્થિત ભારતીય મૂળના યુવાન 27 વર્ષીય સોંધીને કોર્ટએ 11 વર્ષની જેલ સજા ફરમાવી છે.તેના ઉપર : 574 યુવતીઓના કોમ્યુટર હેક કરી દેવાનો આરોપ હતો.

આ યુવાને 574 યુવતીઓના કોમ્યુટર હેક કરી દીધા બાદ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.અને અનેક યુવતીઓને તેના નિર્વસ્ત્ર ફોટાઓ મોકલવા મજબુર કરી હતી.પરિણામે તેના ઉપર સાઇબર ક્રાઇમ હેઠળ કામ ચલાવાયું હતું અને ઉપરોક્ત જેલસજા ફરમાવાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)