Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કળીયુગની પરાકાષ્ટા સમાન બનાવ ' : ભગવાનને પણ બળાત્કારી તરીકે બતાવ્યા : આયર્લેન્ડની ટીવી ચેનલનું પરાક્રમ : ભગવાને પ્રવાસી મહિલા ઉપર બળાત્કાર કરી તેને ગર્ભવતી કરી દીધી : ખુદ ભગવાનને 2 વર્ષની સજા ફરમાવતો એપિસોડ બતાવ્યો : દર્શકોનો ઉહાપોહ થતા માફી માંગી

આયર્લેન્ડ : આયર્લેન્ડની આરટીઈ ચેનલે  કળીયુગની પરાકાષ્ટા સમાન કામ કર્યું  છે.જે મુજબ તેના ઉપહાસ નામક એપિસોડમાં ભગવાનને બળાત્કારી તરીકે દર્શાવતા દર્શકોમાં ભારે ઉહાપોહ થયો હતો.તથા 1100 જેટલા દર્શકોએ ચાલુ એપિસોડે જ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો.

એપિસોડમાં ભગવાનને એક પ્રવાસી મહિલા ઉપર બળાત્કારી તરીકે દર્શાવ્યા હતા એટલુંજ નહીં મહિલાને ગર્ભવતી કરી દેવા બદલ ભગવાનને 2 વર્ષની સજા પણ ફરમાવાઈ હતી.પરંતુ અંતે દર્શકોના ઉહાપોહ સામે ઝૂકી જઈ માફી માંગી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:13 pm IST)