Gujarati News

Gujarati News

News of Saturday, 2nd January 2021

ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જને ડ્રેગનની ધમકી : જો અમારી કંપનીઓને એક્સચેન્જમાંથી દૂર કરશો તો કાયદેસર કાર્યવાહી કરશું

ન્યુયોર્ક : ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જને ડ્રેગનએ ધમકી આપી છે.જે મુજબ ચીનની ત્રણ કંપનીઓને એક્સચેંજન લિસ્ટમાંથી દૂર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જે ચીનની ત્રણ કંપનીઓ ચાઈના ટેલિકોમ કોર્પ લિમિટેડ , ચાઈના મોબાઈલ લિમિટેડ ,તથા ચાઈના યુનીકોમ હોંગકોંગ લિમિટેડને 7 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી દરમિયાન એક્સચેન્જમાંથી દૂર કરાશે  તેવું ગુરુવારે જણાવ્યું હતું.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 12 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે આ કંપનીઓ ઉપર ચાઈનીઝ સૈન્યનું પ્રભુત્વ છે.જેના અનુસંધાને સ્ટોક એક્સચેન્જ દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવાયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)