Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કેલિફોર્નિયા એટર્ની જનરલની ખાલી પડનારી જગ્યા ઉપર ઇન્ડિયન અમેરિકન એસેમ્બલીમેન શ્રી આશ કાલરાની નજર : છેલ્લા દસકાના એટર્ની તથા કાઉન્સિલર ,તેમજ એસેમ્બલી મેમ્બર તરીકેના અનુભવને ધ્યાને લઇ નિમણુંક મેળવવા આતુર

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયાના વર્તમાન  એટર્ની જનરલને નવા ચૂંટાઈ આવેલા પ્રેસિડેન્ટ જો બિડનના  ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ તરીકે નિમણુંક મળી છે. તેથી તેમની ખાલી પડેલી જગ્યા ઉપર ઇન્ડિયન અમેરિકન એસેમ્બલીમેન શ્રી આશ કાલરા નિમણુંક મેળવવા આતુર હોવાનું જાણવા મળે છે.જે માટે તેઓ પોતાનો એટર્ની તરીકેનો છેલ્લા 10 વર્ષનો કાઉન્સિલર તેમજ એસેમ્બલીમેન તરીકેનો  અનુભવ તથા પ્રજાના પ્રતિનિધિ તરીકેનો અનુભવ ધ્યાનમાં લેવાશે તેમ માને છે.

ઉપરોક્ત ખાલી પડનારી જગ્યા ઉપર ગવર્નર ગેવિન ન્યુસમ પસંદગી કરશે .જે માટે એશિયન અમેરિકન પેસિફિક આઇલેંડર પોલિટિકલ એક્શન કમિટીએ શ્રી કાલરા તથા એસેમ્બલી મેમ્બર રોબ બોન્ટ,ડેવિડ ચીઉ ,તથા કોંગ્રેસમેન ટેડ લીઇયુના નામોની ભલામણ કરી છે.

ઉલ્લેખનીય છે કે શ્રી કાલરા 27 માં ડિસ્ટ્રીક્ટમાંથી એસેમ્બલીમેન તરીકે ચૂંટાઈ આવેલા છે.ત્યાર પહેલા તેમણે સાન જોસ સીટી કાઉન્સિલર તરીકે સેવાઓ આપેલી છે.

 

(6:41 pm IST)