Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અમેરીકા સ્થિત ગાયત્રી પરિવાર ગૌશાળા,ગૃહ ગ્રામીણ ઉધોગ અને લાયબ્રેરી ની સ્થાપના કરશે : ઉત્તર કેલિફોર્નિયાના પ્રખયાત યોસેમીટી નેશનલ પાર્કની આસપાસ ૮૦ એકરમાં સુખદાયક પરિસર અને આરોગ્ય સંશોધન કેન્દ્ર,તેમજ તાલિમ કેન્દ્ર, પણ શરૂ કરવાનું આયોજન

દિપ્તીબેન જાની દ્વારા : ગાયત્રી પરીવારના મુખ્યા શ્રી ડૉ. પ્રણવ પંડયાજી નું ૨૦૧૨ નું યોસેમીટી પાર્ક નું સ્વપ્ન એક સમર્પિત સભ્ય દ્વારા પૂર્ણ થઈ રહ્યુ છે... આ સભ્ય એ અત્રે ૬૪૦ એકર જમીન મેળવી આપવામાં મદદ કરી છે. શાંતિકુંજ ઓફ નોર્થ અમેરીકા સેન્ટર ફોર હૉલીસ્ટીક વેલનેસ ૨૦૨૬ પહેલાં આ આધ્યાત્મિક તાલીમ કેન્દ્ર સ્થાપિત કરવાનું આયોજન છે.

આ સ્થળે હાલ ગાયત્રી પરીવારે ગૌશાળામાં ૧૫ ગીર ગાયો પણ વસાવી છે..  (આપણા ગુજરાતીઓ આ સ્થળ ને યશોમતિ થી ઓરખે છે )આ સંકુલનું વિધિવત્ત ભુમિ પુજન હાલમાં પુર્ણ થયેલ છે. જેમાં માર્ગ પરિવન,સીમા,અને આગ સુરક્ષા મુખ્ય છે. ગૌશાળા -પ્રખર પ્રજ્ઞા -સજલ શ્રધ્ધા નુ ભુમિ પુજન,,, નવેમ્બર -૭, ૨૦૨૨ ના રોજ શાંતિકુંજ ના પ્રતિનિધી શ્રી જયરામ ભાઇ , નિલમબેન ની ઉપસ્થિતિ માં તથા  પરિજનો મહેશભાઇ, કિરણભાઇ, મીનાબેન, કુસુમબેનપંડ્યા, કુસુમબેન પટેલ ,વર્ષાબેનપટેલ, અરુણાબેન તથા ગીતાબેન ભાવસાર , ડો, હસમુખભાઇ અમીન , ડો, પરમાર, નીમીત્ત ઠાકર , કેનેડા થી આવેલ શીલાબેન અને નાથુભાઇ પટેલ…સૌ મુખ્ય હતા.

તેવું માહિતી અને તસ્વિર સૌજન્ય શ્રી ગુણવંતભાઈ પટેલ અને કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયાના સૌજન્ય દ્વારા જાણવા મળે છે.
 

(6:36 pm IST)