Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

' પાકિસ્તાન ઇન્ટર નેશનલ એરલાઇન્સ ઉપર અમને ભરોસો નથી ' : યુરોપીઅન દેશોમાં જુલાઈ માસથી પ્રતિબંધ યથાવત : બનાવટી લાયસન્સ ધરાવતા પાઇલોટની સંખ્યા 40 ટકા જેટલી હોવાથી અકસ્માતને કારણે 97 લોકોના મોત થયા હતા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં જુલાઈ માસમાં વિમાન અકસ્માત થયો હતો.જે દરમિયાન નાગરિક વિમાન અચાનક ક્રેશ થઇ નાગરિક વિસ્તારમાં પડ્યું હતું.જેના કારણે 97 લોકોના મોત થયા હતા.આ અકસ્માતની તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે પાકિસ્તાની એરલાઇન્સમાં બનાવટી  લાયસન્સ ધરાવતા પાયલોટની સંખ્યા 40 ટકા જેટલી છે.

આથી યુરોપીઅન દેશોએ જુલાઈ માસથી પાકિસ્તાન ઇન્ટર નેશનલ એરલાઇન્સ ઉપર 6 માસ માટે પ્રતિબંધ લગાવી દીધો હતો જે ઉઠાવી લેવાનો ઇન્કાર કરતા જણાવ્યું છે કે પાકિસ્તાન ઇન્ટર નેશનલ એરલાઇન્સ ઉપર અમને ભરોસો નથી .તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)