Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

મારા કાકા અપરાધી ,ક્રૂર ,અને વિશ્વાસઘાતી છે : તેને જેલભેગા કરવા જોઈએ : ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી સાઇકિયાટ્રિસ્ટ અને ઓથર મેરી ટ્રમ્પનું ધગધગતું નિવેદન

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે પરાજિત થયા પછી પણ પોતે વિજેતા થયા છે અને ચૂંટણીમાં ગોલમાલ થઇ છે તેવા કારણો આપી હજુ સુધી વ્હાઇટ હાઉસનો કબજો સાંભળીને બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પની ભત્રીજી સાઇકિયાટ્રિસ્ટ અને ઓથર મેરી ટ્રમ્પએ ધગધગતું નિવેદન કર્યું  છે.જે મુજબ તેણે જણાવ્યું છે કે મારા કાકા અપરાધી ,ક્રૂર ,અને વિશ્વાસઘાતી છે ,વ્હાઇટ હાઉસમાંથી બહાર આવે તેની સાથે જ તેને જેલભેગા કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે મેરી ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાઈ ફ્રેડ જુનિયરની પુત્રી છે તેણે ' ટુ મચ એન્ડ નેવર ઇનફ ,હાઉ માય ફેમિલી ક્રીએટેડ ધ વર્લ્ડસ મોસ્ટ ડેન્જરસ મેન '
 નામક પુસ્તક લખ્યું છે જે જુલાઈ માસમાં પ્રસિદ્ધ થયું છે. જેનો બીજો ભાગ ધ રેકનિંગ નામે પ્રસિદ્ધ થનાર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)
  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 96 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 9 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 35,002 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 96,06,810 થઇ :એક્ટીવ કેસ 4,08,122 થયા : વધુ 40,966 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 90, 56,68 રિકવર થયા :વધુ 473 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,39,700 થયો access_time 12:02 am IST

  • ગુજરાત સરકારે IAS અધિકારી અરવિંદ અગ્રવાલનો GSFCના CMD તરીકેનો કાર્યકાળ ન લંબાવતા વધારાનો ચાર્જ ACS મુકેશ પુરીને સોંપ્યો. access_time 11:49 pm IST