Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

'જીત જીત જીત ' : હાર ભાળી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે દેવદૂત અને જાદુટોણા ના શરણમાં : ટ્રમ્પના ધાર્મિક સલાહકારે આફ્રિકાથી દેવદૂત આવ્યા હોવાનું અને જીતનો સંદેશ આપી રહ્યા હોવાનું જણાવ્યું : ધાર્મિક સલાહકાર પાઉલા વાઈટ દ્વારા કરાઈ રહેલી પ્રાર્થનો વિડિઓ 47 લાખ લોકોએ જોયો

વોશિંગટન : જાદુટોણા માત્ર ભારત કે અન્ય દેશોમાં જ છે તેવું નથી અમેરિકામાં પણ છે.જ્યાં રાજકીય અગ્રણીઓ પોતાના ધાર્મિક સલાહકારો રાખતા હોય છે.તથા પોતાના વિજય માટે પ્રાર્થના કરાવતા હોય છે.

તાજેતરમાં 3 નવેમ્બરના રોજ અમેરિકામાં યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં હારની ક્ષણો સામે દેખાવા લગતા ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ધાર્મિક સલાહકારના શરણે ગયા હોવાનું જાણવા મળે છે.જે મુજબ તેમના ધાર્મિક સલાહકારે જીત માટેની પ્રાર્થના કરી હતી તથા જણાવ્યું હતું કે મને જીતનો સંદેશ મળી ગયો છે.આફ્રિકાથી દેવદૂત આવ્યા છે.અને જીત જીત જીત તેવી ગુંજ મારા કાનમાં સંભળાવી  ગયા છે.

ધાર્મિક સલાહકારની પ્રાર્થનાનો વિડિઓ વાઇરલ થતા તેને 47 લાખ લોકોએ જોયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:10 pm IST)