Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દિલ્હીમાં દેખાવો કરતા પોલીસકર્મીઓએ લગાવ્યા નારા :હમારા કમિશ્નર કેસા હો, કિરણ બેદી જેસા હો

સમજાવટ બાદ પણ વિરોધ કરી રહેલા જવાનો પીછેહઠ કરવા માટે તૈયાર નથી

 

નવી દિલ્હી : દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં આજે દિલ્હી પોલીસના જવાનોએ સવારથી પોલીસ હેડક્વાર્ટરની બહાર દેખાવો કર્યા છે.દિલ્હી પોલીસના જવાનોને સમજાવવા માટે કમિશ્નર અમુલ્ય પટનાયક આવ્યા હતા તો તેમને પણ જવાનોના વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જવાનોએ તો તેમની સામે નારા લગાવ્યા હતા કે, હમારા કમિશ્નર કેસા હો..કિરણ બેદી જેસા હો

દિલ્હી પોલીસના જવાનો માંગણી કરી રહ્યા છે કે, જે પણ પોલીસ કર્મીઓ પર વકીલોએ હુમલા કર્યા છે તેમની સામે એક્શન લેવામાં આવે.જોકે સિનિયર પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પણ વિરોધ કરી રહેલા જવાનો પીછેહઠ કરવા માટે તૈયાર નથી

  .બીજી તરફ જ્યારે કમિશ્નરે તેમને ડ્યુટી પર પરત જવા અપીલ કરી ત્યારે પોલીસ કર્મીઓ વધારે ઉશ્કેરાયા હતા અને તેમણે સુત્રોચ્ચાર શરુ કર્યા હતા

  અત્રે .ઉલ્લેખનીય છે કે, કિરણ બેદી જ્યારે દિલ્હી પોલીસમાં હતા ત્યારે સબ ઈન્સપેક્ટર નિર્મલ સિંહે પીએમ ઈન્દિરા ગાંધીની ઓફિસની ગાડી ખોટી રીતે પાર્ક કરાઈ હોવાથી ઉઠાવી લીધી હતી.તે વખતે કિરણ બેદી પોતાના નીચેના અધિકારીના બચાવમાં આવી ગયા હતા.

(10:53 pm IST)
  • કાશ્મીરની સરહદે પાકિસ્તાનના સતત ગોળીબાર ચાલુ જ છે : કાશ્મીરના સરહદી પૂંચ વિસ્તારમાં આવેલ કશ્બા અને કેરની સેકટરમાં પાકિસ્તાને ગોળીઓ અને તોપગોળા વરસાવી યુધ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યુ છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:32 am IST

  • ગુજરાતના દરિયાકાંઠે મોટાભાગની 12,500 બોટો લાંગરી દેવામાં આવી છે : રાજ્ય સરકાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં જાહેર કર્યું છે access_time 8:49 pm IST

  • ઇન્ફોસીસ મોટા પાયે છટણી કરવાની તૈયારીમાં ૧૦,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરશે : સીનીયર અને મીડ-લેવલના કર્મચારીઓનો સમાવેશ : હાલ ૮૬પપ૮ કર્મચારીઓ છે access_time 3:59 pm IST