Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ તરીકે શ્રી રાજેશ નાયકની નિમણુંકઃ સ્થાનિક અગ્રણીઓ સાથ મુલાકાત કરી ભારતીયોના પ્રશ્નો સરળ પ્રક્રિયાથી ઉકેલવા ખાત્રી આપીઃ નવા વ્હોટસ ગૃપની રચના કરી પોતાને તેમાં શામેલ કરવા અનુરોધ કર્યો

સાન ફ્રાન્સિસ્કોઃ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં આવેલી ભારતની કોન્સ્યુલેટ ઓફિસમાં ઓગ.માસ્ટથી નિમાયેલા ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રી રાજેશ નાયક સાથે સાઉધર્ન કેલિફોર્નિયામાં વસતા ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓનો મીટ એન્ડ ગ્રીટ પ્રોગ્રામ યોજાયો હતો.

ચાઇનીઝ રેસ્ટોરન્ટ આર્ટેસિઆ ખાતે ૧૮ ઓકટો.૨૦૧૯ના રોજ યોજાયેલ આ પ્રોગ્રામમાં ૪૦ ઉપરાંત ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી નાયકે સ્થાનિક ભારતીયોના તમામ પ્રશ્નો હલ કરવા તથા તે માટેની પ્રક્રિયા સરળ બનાવવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી. તથા પરસ્પર સંપર્ક જળવાઇ રહે તે માટે વ્હોટસ એપ ગૃપ બનાવી તેઓ પોતાને શામેલ કરવા અનુરોધ કર્યો હતો.

(8:17 pm IST)