Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

યુ.કે.માં કોન્ઝર્વેટીવ પાર્ટીને OFBJP નું ખુલ્લું સમર્થન : 12 ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીઓમાં રસાકસીભરી 48 બેઠકો ઉપર લેબર પાર્ટીના ઉમેદવારોને હરાવવાનું ભાજપ સમર્થકોને એલાન : કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવવા મુદ્દે વિરોધ કરનાર લેબર પાર્ટીને સબક શીખવવાનો હેતુ

લંડન : યુ.કે.માં 12 ડિસેમ્બરના રોજ જનરલ ચૂંટણીઓ છે.આ ચૂંટણીઓમાં 48 બેઠકો રસાકસીભરી છે.જ્યાં લેબર પાર્ટીના ઉમેદવારો પાંખી બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે.તેઓને હરાવી શકવામાં ભારતીય મતદારો ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે.તેથી આ બેઠકો ઉપર કોન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા ભારતીય મતદારોને OFBJP યુ.કે.ના પ્રેસિડન્ટ કુલદિપસિંઘ શેખાવતએ અનુરોધ કર્યો છે.

લેબર પાર્ટીના સાંસદોને હરાવવા પાછળનું કારણ આપતા શ્રી કુલદીપ સિંઘએ જણાવ્યા મુજબ કાશ્મીરમાંથી 370 મી કલમ હટાવી લેવાના ભારત સરકારના નિર્ણયનો આ પાર્ટીએ વિરોધ કર્યો હતો.વતનની બાબતમાં હસ્તક્ષેપ કરી 370 મી કલમના વિરોધીઓને સમર્થન આપનાર લેબર પાર્ટીને સબક શીખવવો જરૂરી હોવાથી તેમણે ભારતીય મતદારોને કોન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવારોને જીતાડવા અનુરોધ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:47 am IST)