Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

બ્રિટનમાં આરોગ્ય ક્ષેત્રે અપાતા વીઝા માટેના નિયમો હળવા કરાયા : હવે તબીબો તથા નર્સોએ ૨ તબક્કામાં અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરવી નહીં પડે

લંડનઃ બ્રિટનમાં આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવા ઉત્સુક વિદેશી મૂળના તબીબો તથા નર્સો માટે ર તબક્કામાં અંગ્રેજી વિષયની પરીક્ષામાં પાસ થવું ફરજીયાત હતું. તેમાં બ્રિટીશ સરકારે બાંધછોડ કરી  છે. તથા માત્ર એક જ સરળ પરીક્ષા પાસ કરવાનો નિયમ બનાવ્યો છે. જે મુજબ ગેર અંગ્રેજી ભાષી લોકો માટે ''ઇન્ટરનેશનલ ઇંગ્લીશ લેંગ્વેજ ટેસ્ટીંગ સિસ્ટમ (IELTS) દાખલ કરી છે. પરિણામે આ લોકો માટે નવો વીઝા નિયમ સરળ બની રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:01 am IST)