Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

''મહિલા ડોન'': અમેરિકામાં હથિયારો સાથે ઘરમાં ઘૂસી જઇ લૂંટફાટ કરતી ગેંગની સૂત્રધાર મહિલાને ૩૭ વર્ષની જેલસજાઃ મોટા ભાગે ઇન્ડિયન અમેરિકન લોકોના ઘરોને નિશાન બનાવતી હતી

હયુસ્ટનઃ અમેરિકામાં હથિયારો સાથે ભારતીય તથા એશિઅન અમેરિકન લોકોના ઘરમાં ઘૂસી જઇ ચોરી અને લૂંટફાટ કરતી ગેંગની સૂત્રધાર મહિલાને યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટએ ૩૭ વર્ષની જેલસજા ફટકારી છે. તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ચાકો કાસ્ટ્રો નામક ૪૪ વર્ષીય આ મહિલાએ હયુસ્ટન ટેકસાસ, એટલાન્ટા સહિત જુદા જુદા સ્ટેટમાં ઘાડ પાડી હાહાકાર મચાવી દીધો હતો.

(9:08 pm IST)