Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ઇન્ડિયન અમેરિકન ઓફ પરામસના ઉપક્રમે 1 ઓક્ટોબર 2022 શનિવારના રોજ ' ગરબા અને દાંડિયા રાસ ' ની રમઝટ : વૃંદાવન એન્ટરટેઇનમેન્ટના લાઈવ મ્યુઝિક સાથે બર્ગન કૉંયુનિટિ કોલેજના જીમનેશીયમ પાર્કિંગ પ્લોટ બી માં સાંજે 7 -30 થી રાત્રીના 12 -30 કલાક સુધી ઉજ્વાનારા ઉત્સવમાં વિનામૂલ્યે પાર્કિંગની વ્યવસ્થા : છેલ્લા 18 વર્ષથી ઉજવાઈ રહેલા ઉત્સવ દ્વારા કોમ્યુનિટીને એક છત્ર હેઠળ લાવવાનો હેતુ


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ઇન્ડિયન અમેરિકન ઓફ પરામસ ઇન્કના ઉપક્રમે 1 ઓક્ટોબર 2022 શનિવારના રોજ  ' ગરબા અને દાંડિયા રાસ ' ની રમઝટ બોલશે. વૃંદાવન એન્ટરટેઇનમેન્ટના લાઈવ મ્યુઝિક સાથે  બર્ગન કૉંયુનિટિ કોલેજના જીમનેશીયમ પાર્કિંગ પ્લોટ બી 400 પરામસ રોડ ,પરામસ ,ન્યુજર્સી ખાતે સાંજે 7 -30 થી રાત્રીના 12 -30 કલાક સુધી ઉજ્વાનારા ઉત્સવમાં વિનામૂલ્યે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

22 સપ્ટેમ્બર 2022 સુધીમાં ટિકિટ બુક કરાવનાર મેમ્બર્સ માટે 18 ડોલર તથા નોનમેમ્બર્સ માટે 20 ડોલર ફી રાખવામાં આવી છે.સ્થળ ઉપર ટિકિટના દર 20 ડોલર રાખવામાં આવ્યા છે. ( ટિકિટમાં રીફ્રેશમેન્ટનો સમાવેશ થઇ જાય છે ) 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.

ટિકિટ બુક કરાવવા માટે નીચે દર્શાવેલા વોલન્ટિયર્સ પૈકી કોઈપણ એકનો સંપર્ક સાધવો .

શ્રી ચિરાગ પટેલ 201 - 562 -3155 ,શ્રી અજય પટેલ 201 -675 -2784 ,શ્રી વિનય શાહ  201 -538 -6518 ,શ્રી હેમાંગ વૈદ્ય  201 -634 -9131 શ્રી અમર મુનિ 201 -888 -9998 ,શ્રી મયંક ગઢીયા 201 -543 -7774 ,શ્રી ભરત શાહ 201 -819 -8411 ,શ્રી આલોક વોરા 607 -237 -8673

WWW.IAPARAMUS.ORG  વેબસાઈટ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

જે લોકો આરતીમાં શામેલ થવા માંગતા હોય તેમના માટે 25 ડોલર ફી રાખવામાં આવી છે. જે માટે ઉત્સવમાં પ્રવેશ વખતે શ્રી અમર મુનિનો સંપર્ક સાધવો .તેવું iaparamus.org ની યાદીમાં જણાવાયું છે

 

(6:26 pm IST)