Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

"વાઇબ્રન્ટ ગુજરાત ": અમેરિકાના સિલિકોન વેલ્લી મુકામે USISPF તથા ભારતીય કોન્સ્યુલેટ જનરલ ના સંયુક્ત ઉપક્રમે યોજાઈ ગયેલી મિટિંગ : આગામી 18 થી 20 જાન્યુ 2019 દરમિયાન ગાંધીનગરમાં યોજાનારી સમિટમાં હાજરી આપવા રોકાણકારોને આમંત્રણ પાઠવ્યું

કેલિફોર્નિયા : તાજેતરમાં 23 સપ્ટે.ના રોજ અમેરિકાના સિલિકોન વેલ્લી મુકામે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ (USISPF) તથા ભારતીય કોન્સ્યુલેટ જનરલના સંયુક્ત ઉપક્રમે વાઇબ્રન્ટ ગુજરાત મિટિંગ  યોજાઈ હતી.જેમાં ગુજરાતથી આવેલા પ્રતિનિધિ મંડળએ ગુજરાતમાં રોકાણો માટેની સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિદેશી રોકાણકારો માટે શરૂ કરેલી વન વિન્ડો સિસ્ટમ ઉપરાંત તમામ પ્રકારની સુવિધાઓ અંગે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે વિદેશોમાં નિકાસ ક્ષેત્રે ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત અગ્ર ક્રમે છે.જે દેશની કુલ નિકાસમાં 22 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.જ્યાં  એગ્રિકલચર,હેલ્થ,એજ્યુકેશન,ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી,સહીત તમામ ક્ષેત્રે રોકાણો માટેની ભરપૂર તકો તેમજ સુવિધાઓ છે.તેમણે આગામી 2019 ની સાલમાં 18 થી 20 જાન્યુ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા સહુ રોકાણકારોને આમંત્રણ પાઠવ્યું હતું.

(2:14 pm IST)