Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

''ન્યુ અમેરિકન ફેસ્ટીવલ'': ન્યુયોર્કમાં ૧૪ તથા ૧૫ સપ્ટેં.૨૦૧૯ના રોજ સૌપ્રથમવાર યોજાનારા ફેસ્ટીવલમા ઇમીગ્રન્ટસ છવાઇ જશેઃ ઇન્ડિયન અમેરિકન ઓથર સુશ્રી પદમલક્ષ્મી તથા કોમેડીયન શ્રી હસન મિનહાજ મુખ્ય વકતાઓ

ન્યુયોર્કઃ અમેરિકાના ન્યુયોર્કમાં આવેલા ન્યુહાઉસ ખાતે આગામી ૧૪ તથા ૧૫ સપ્ટેં.૨૦૧૯ના રોજ સૌપ્રથમવાર યોજાનારા ''ન્યુ અમેરિકન ફેસ્ટીવલમાં ઇન્ડિયન અમેરિકન ઓથર સુશ્રી પદમલક્ષ્મી મુખ્ય વકતા તરીકે ઉદબોધન કરશે. તેમની સાથે ઇન્ડિયન અમેરિકન એકટર તથા કોમેડીયન શ્રી હસન મિનહાજ પણ જોડાશે.

ન્યુ અમેરિકન ઇકોનોમી દ્વારા લોન્ચીંગ થનારા આ ફેસ્ટીવલમાં ઇમીગ્રન્ટસ આર્ટીસ્ટસ,કોમેડીયન્સ, ઓથર્સ, ચેફસ, સહિતનાઓના પેનલ ડીસ્કશન તથા ટોકનું આયોજન કરાયું છે. જેમાં ઇન્ડિયન અમેરિકન અપર્ણા નાન્ચેર્લા, કેનેડીઅન સિંગર રૂથ બી. તેમજ કોરીઅન મ્યુઝીશીઅન મિચેલ ઝૌનર સહિતનાઓનો સમાવેશ થાય છે જેઓ ઇમીગ્રન્ટસના આર્ટસ,ફુડ,કલ્ચર,ફિલ્મ,ફેશન સહિતના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાનની ચર્ચા કરશે.

(9:39 pm IST)