Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

યુ.એસ.ના ઓરેગોનમાં આવેલા સ્મિથ રોક પાર્કમાં ઇન્ડિયન અમેરિકન યુવાન ચૈતન્ય સાઠેનું મૃત્યુઃ પર્વતારોહણ વખતે ૧૦૦ ફુટ નીચે ગબડી પડતા સ્થળ ઉપર જ કરૂણ મોત

ઓરેગોનઃ યુ.એસ.ના ઓરેગોનમાં આવેલા સ્મિથ રોક સ્ટેટ પાર્કમાં પર્વતારોહણ વખતે ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર ૩૫ વર્ષીય ચૈતન્ય સાઠેનું કરૂણ મોત નિપજ્યું છે.

૨૪ ઓગ.૨૦૧૯ના રોજ બનેલી ઘટના મુજબ પર્વતારોહણ વખતે ૧૦૦ ફુટ નીચે ગબડી પડતા તેનું સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું છે. તેની સાથે પર્વતારોહણ કરનાર પાર્ટનર તેનાથી આગળ હોવાથી તેમને આ બાબતજી ખબર પડી નહોતી. બાદમાં સાઠેતે તાત્કાલિક સારવાર માટે લઇ જવાતાં સ્થળ ઉપર જ તેનું મોત નિપજ્યાનું જણાયું હતું.

શ્રી સાઠે હિલ્સબોરો મુકામે ઇન્ટેલમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપતા હતા. તથા અપરિણિત હતા. તેમના પરિવારના મોટા ભાગના લોકો ભારતમાં રહે છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:37 pm IST)