Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વર્લ્ડ પીસ એમ્બેસેડર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વના પ્રથમ ઈકોફ્રેન્ડલી મંદિર કિંગ્સબરી, નોર્થ વેસ્ટ લંડનમાં પંચમ પાટોત્સવ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરાયું

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન -  શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી, નોર્થ વેસ્ટ લંડન, યુકે પંચમ પાટોત્સવ નિમિત્તે ડેપ્યુટી લોર્ડ લીયુટેનેટ ઓફ ગ્રેટર લંડન, સિમોન ઓવેન ડી એફ સી એમ, એમપી બેરી ગાર્ડનર , બ્રેન્ટ કાઉન્સિલના અગ્રણી મહંમદ બટ વગેરે અગ્રણીઓ  પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં ઉજવાયેલ પંચમ પાટોત્સવ અવસરે હાજર રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, લંડન - યુ.કે જે વિશ્વનું પ્રથમ ઇકોફ્રેન્ડલી મંદિર તરીકે નામના મેળવેલ છે. આ 

આયોજન વિવિધ રંગો , સંગીતની સૂરાવલી સાથે ભવ્ય પરેડનું આયોજન કિંગ્સબરી વિસ્તારમાં કરવામાં આવેલ હતું, આ ભવ્ય પરેડની શરૂઆત સેન્ટ લ્યુકી નજીક કેન્ટોન , આ સંસ્થાનના મંદિરના નિર્માણ સમયે મદદરૂપ રહ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ વર્ષે મંદિરના પંચમ પાટોત્સવ નિમિત્તે આચાર્ય સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સેન્ટ લ્યુકી હોસ્પાઇસને સંસ્થાન તરફથી અત્યાર સુધીમાં ૭૦ લાખ રૂપિયા નું દાન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય પરેડમાં આચાર્ય સ્વામીશ્રી મહારાજને રથ પર બિરાજમાન કરાયા હતા. આ ભવ્ય પરેડ ત્રણ માઈલ જેટલી લાંબી હતી અને જેમાં વિવિધ નૃત્યો, ફ્લોટ્સ, સંગીતકારો તથા આ મંદિરના પ્રતિષ્ઠિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા  સ્કોટિશ પાઈપ બેન્ડે સંગીતની મઘુર સૂરાવલીઓ રેલાવી હતી આ બેન્ડને  નિહાળવા માટે હજારો માણસો, કુટુંબીજનો તથા નવયુવાનો એકત્રિત થયા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન ઈ.સ.૨૦૧૪માં થયું હતું. તે વખતે પ્રતિષ્ઠિત લંડનના મેયર સાદીકખાન દ્વારા આ મંદિરને ગ્રીન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સંસ્થા સ્થાનિક સમુદાયોને તથા રમતગમત, શૈક્ષણિક, સંસ્કૃતિ માટે એક સ્તંભ તરીકે છે કાર્યરત છે. તથા આ મંદિરનું નિર્માણ એક વાતાવરણના રક્ષણ તરીકે એટલે કે એક દીવાદાંડીરૂપ છે. અત્યારના વાતાવરણને કટોકટીથી બચાવવા માટે તથા આજના સમુદાયને જાગૃત કરવા મદદરૂપ છે.  અર્થાત્ અત્યારના વાતાવરણને પ્રદૂષિત થતા અટકાવી શકીએ.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય છે. જેઓશ્રી ધાર્મિક , સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના ઉન્નતિ માટે અવિરતપણે કાર્ય કરી રહ્યા છે. આ પ્રસંગે *આચાર્ય સ્વામીજી મહારાજે જણાવ્યું હતું કે  વિશ્વભરમાં શાંતિ, એકતા અને સહિષ્ણુતા વધે. તે જ તેમનો હેતુ છે. સંસ્થાન ને જે દેશમાંથી મળેલ દાન તે જ દેશને અર્પણ કરવામાં આવે છે.

(3:00 pm IST)