Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અમેરિકાના ન્યુયોર્કમાં ફાર્મસી કંપનીની દિવાલ ઉપર હિન્દુ વિરોધી ચિત્રઃ યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડએ વિરોધ નોંધાવ્યો

ન્યુયોર્કઃ યુ.એસ.માં ન્યુયોર્કમાં આવેલી CVS ફાર્મસી કંપનીની દિવાલ ઉપર કોઇ હિન્દુ વિરોધી ચિત્રો દોરી જતા ભારે ઉહાપોહ થવા પામ્યો છે.

નેવાડા સ્થિત યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડ.એ આ મામલે વિરોધ નોંધાવ્યો છે. તથા આ બાબત અમેરિકામાં વસતા ૩ મિલીયન જેટલા હિન્દુ લોકો માટે આઘાતજનક તથા ધાર્મિક લાગણી દુભાવનારી  હોવાનું જણાવ્યું છે.

તેમણે ગવર્નર, તથા ન્યુયોર્ક સીટી મેયર સહિતના અધિકારીઓને આ અંગે તાત્કાલિક પગલા લેવા અનુરોધ કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:46 pm IST)