Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

અમેરિકામાં ઇન્ડિયન એશોશિએશન ઓફ સાક્રામાન્ટોના ઉપક્રમે ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયોઃ ૨૦ જેટલા સ્થાનિક ઓર્ગેનાઇઝેશનના ૪૫૦૦ ઉપરાંત લોકો જોડાયા

કોલિફોર્નિયાઃ અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા છેલ્લા ૧ માસથી ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ભારે ઉમંગપૂર્વક ઉજવાઇ રહ્યો છે. જુદા જુદા ઓર્ગેનાઇઝેશન્શ દ્વારા કરાતી ઉજવણી અંતર્ગત ઇન્ડિયન એશોશિએશન ઓફ સાક્રામાન્ટોના ઉપક્રમે ૧૧ ઓગ.૨૦૧૯ના રોજ ઉજવણી કરાઇ હતી. આ ઉજવણીમાં સ્થાનિક ૨૦ જેટલા ઓર્ગેનાઇઝનના ૪૫૦૦ જેટલા લોકો જોડાયા હતા. તથા ભારતીય ધ્વજના કલર સાતે મેચીંગ વસ્ત્રો પહેરી ઢોલ નગારા તથા નાચગાન સાથે ઉજવણી કરી હતી. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કર્યા હતા.

આ પ્રસંગે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા, સ્ટેટ ટ્રેઝરર તેમજ શહેરના અધિકારીઓ સહિત  વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. IAS પ્રેસિડન્ટ શ્રી ભાવિન પરીખે ભારત તથા અમેરિકાનો ધ્વજ લહેરાવ્યો હતો.

(7:44 pm IST)