Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

યુ.કે.સ્થિત શીખ યુવાન ઉપર ૬૯ વર્ષીય મ્યુઝીશીઅનની હત્યાનો આરોપ

લંડનઃ યુ.કે.સ્થિત ૬૯ વર્ષીય મ્યુઝીશીઅનની હત્યા કરવાનો આરોપ સાઉથ વેસ્ટ લંડન સ્થિત ભારતીય મૂળના યુવાન ગુરજીત સિંઘ ઉપર લગાવાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાયેલ ગુરજીત સિંઘના જણાવ્યા મુજબ ઉપરોકત શીખ મ્યુઝીશીઅન લોહીલુહાલ હાલતમાં તેના ઘેર આવ્યો હતો તથા બારણું ખખડાવ્યું હતું. તેથી તેણે આ વ્યકિતને મરણતોલ હાલતમાં જોતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હતી. પરંતુ તે બચી શકયો નહોતો.

સ્કોટલેન્ડ ડીટેકટીવને ખુદ આ શીખ યુવાન ઉપર શંકા જતા તેની ધરપકડ કરી છે. જે અંગે તપાસ ચાલુ છે.

(12:00 am IST)