Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

પ્રાઈમરી ચૂંટણીમાં નિષ્ફ્ળતા મળે તો અપક્ષ તરીકે ઉમેદવારી નહીં નોંધાવું : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર હિન્દૂ સાંસદ મહિલા સુશ્રી તુલસી ગબ્બાર્ડનો પ્રતિભાવ

વોશિંગટન : અમેરિકાની કોંગ્રેસના સૌપ્રથમ અને એકમાત્ર હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડ પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડી રહ્યા છે.2020 ની સાલમાં યોજાનારી ચૂંટણીના ડેમોક્રેટ પાર્ટીના આ ઉમેદવાર જો પ્રાઈમરી ચૂંટણી જીતવામાં નિષ્ફ્ળ જાય તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે તેમ સમાચાર સૂત્રોને તેમણે જણાવ્યું હતું

ઉલ્લેખનીય છે કે 38 વર્ષીય સુશ્રી તુલસી 2013 ની સાલથી હવાઈ કોંગ્રેશનલ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.તેમજ પ્રેસિડન્ટ પદના ટોપ ટેન ઉમેદવારોમાં સ્થાન ધરાવે છે.

(12:37 pm IST)