Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

યુ.એસ.માં ન્યુયોર્ક હેલ્થ કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન ડો.ડી.એ.ચોક્સીની નિમણુંક : મૂળ ગુજરાતના વતની ડો.ચોક્સીએ વતનનું નામ રોશન કર્યું

ન્યુયોર્ક : યુ.એસ.માં ન્યુયોર્ક હેલ્થ કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન 39 વર્ષીય ડો.ડી.એ.ચોક્સીની નિમણુંક થઇ છે.શહેરના મેયર બિલ ડે બ્લાસીઓએ કોરોના વાઇરસના કહેર વચ્ચે ડો.ચોક્સીની સેવાઓને બિરદાવી છે.તથા ગઈકાલ મંગળવારે તેઓની ઉપરોક્ત પદ ઉપર નિયુક્તિ કરી છે.પૂર્વ હેલ્થ કમિશનરે ઉપરોક્ત પદ ઉપરથી રાજીનામુ આપી દેતા સમાજના છેવાડાના લોકોની સેવા માટે કાર્યરત ઇન્ડિયન અમેરિકન ડોક્ટર ચોક્સીના મેયરે વખાણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડો.ચોકસીનો પરિવાર મૂળ ગુજરાતનો વતની છે.તેમના દાદા મુંબઈમાં સ્થાયી થયા હતા.અને તેમના પિતા અમેરિકામાં સ્થાયી થતા ડો.ચોકસીનો જન્મ અને ઉછેર અમરિકામાં થયેલો છે.

(7:52 pm IST)
  • ૧૬ ઓગષ્ટથી વૈષ્ણોદેવીની યાત્રા ફરી શરૂ થઈ જશે access_time 11:00 pm IST

  • બસપા વિધાયકો વિરૂદ્ધ બીજેપીની અરજી પર રાજસ્થાન હાઇકોર્ટે સ્પીકરને નોટીસ ફટકારી access_time 12:17 pm IST

  • નરેન્દ્રભાઇએ રામ મંદિરના ભૂમિપૂજન બાદ જે પાવડાથી શિલાન્યાસ કરેલ તેની તસ્વીર. access_time 11:26 am IST