Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સર્વિસ સેક્ટરમાં અમેરિકન ફર્સ્ટનો નવો નિયમ ભારતીય કંપનીઓને બહુ અસર નહીં કરે : સ્થાનિક સરકારી ગ્રાહકો માટે અમેરિકન નાગરિકોની સેવા લેવાનું અમલમાં જ હતું : એચ-1બી વિઝાધારકોને તકલીફ નહીં પડે : નિષ્ણાતોનો અભિપ્રાય

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં અમલી બનાવેલા નવા નિયમ મુજબ ફેડરલ સરકાર સર્વિસ સેક્ટરમાં અમેરિકન ફર્સ્ટનો નિયમ અમલી કરશે
આ નવા નિયમની જોકે ભારતીય કંપનીઓ ઉપર ખાસ અસર નહીં પડે તેવો નિષ્ણાતોનો અભિપ્રાય છે.તેઓના મતે લેથોરા રૂલ્સ મુજબ  ભારતીય કંપનીઓ સરકારી ગ્રાહકો માટે અમેરિકન નાગરિકોની જ મોટાભાગે સેવાઓ લઇ રહી છે.તેથી એચ-1બી વિઝાધારકોને તકલીફ નહીં પડે
ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકામાં 583,420 જેટલા H-1B વિઝાધારકો છે.જે પૈકી માત્ર 2 હજાર વિઝાધારકોની જ ફેડરલ એજન્સી દ્વારા સેવાઓ લેવાઈ રહી છે.

(1:28 pm IST)
  • ઝૂમ વિડિઓ કોમ્યુનિકેશન્સ (ZOOM) એ જાહેરાત કરી છે કે તે 23 ઓગસ્ટથી ચીનમાં તેના ઉત્પાદનોનું ડાયરેક્ટ વેચાણ બંધ કરશે : ટિકટોક ઉપર યુએસ-ચીન તણાવ વધતાં આ ZOOMનું અગમચેતીભર્યું પગલું મનાય રહ્યું છે access_time 8:57 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 19 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં દેશના કોરોનાના નવા 50,790 કેસ વધ્યા : કુલ કેસ 19,06,121 થયા : આજે વધુ 49,844 દર્દીઓ રિકવર થતા કુલ 12,80,284 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : આજે વધુ 847 લોકોના મોત સાથે મૃત્યુઆંક 39,818 થયો access_time 10:56 pm IST

  • નરેન્દ્રભાઈએ બિરાજમાન રામલલ્લાના કર્યા દર્શન : શાષ્ટાંગ પ્રણામ કરીને પૂજા અર્ચના કરી : પારિજાતનો છોડ વાવ્યો : થોડી વારમાં રામ મંદિરનું ભૂમિપૂજન શરૂ થશે access_time 12:16 pm IST