Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

' કોરોના વાઇરસ ' ભારત દેશ માટે મોટી સમસ્યા : અન્ય દેશોની સરખામણીમાં અમેરિકાની કામગીરી વધુ સફળ : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના વાઇરસને ભારત દેશ માટે મોટી સમસ્યા સમાન ગણાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે અન્ય દેશોની સરખામણીમાં અમેરિકાની કામગીરી વધુ સફળ પુરવાર થઇ છે.ચીનમાં પણ કોવિદ -19 એ ફરીથી ફૂફાડો માર્યો છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં એક જ દિવસમાં 52 હજાર ઉપરાંત કેસ થતા અને સંક્રમીતોની સંખ્યા 18 લાખ 55 હજાર ઉપર થઇ જતા તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે અમેરિકાએ 6 કરોડ ઉપરાંત લોકોના કોરોના ટેસ્ટ કરી લીધા છે.અને માત્ર 15 થી 20 મિનિટમાં પરિણામ મળી જાય છે.

(6:26 pm IST)