Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અમેરિકામાં ભારતીય સીનીઅર ઓફ શિકાગો આયોજીત પિકનીકમાં 900 ઉપરાંત લોકો ઉમટી પડ્યા : બોલીવુડ ગીતોની રમઝટ ,બાળકો તથા મોટાઓ તમામ માટે રમત-ગમત ,ઇનામ વિતરણ ,તથા સ્વાદિષ્ટ ભોજનના આયોજનો કરાયા

શિકાગો : તારીખ ૨૭ જુલાઈ,૨૦૧૯ના રોજ બીએસસી એ શિકાગોની નજીકમાં આવેલ રોઝેલ ટાઉનના ટુરનર પાર્ક માં યોજાયેલ ઉજાણીમાં ૯૫૦થી વધુ લોકોએ રમતગમતો, ભોજન અને મનોરંજનની મહેફીલ માણી  હતી. ૯૦ ડીગ્રી તાપમાન હોવા છતાયે પવન તથા વાદળામય વાતાવરણને લીધે ઉજાણી વધુ આનંદપ્રદ હતી. બીએસશી  પ્રમુખ શ્રી હરિભાઈ પટેલ બહુજ અગત્યના કામે બહાર ગામ હોવાથી તેમના વતીથી ઉપપ્રમુખ શ્રી પરસોત્તમભાઈ પંડ્યાએ બધીજ જવાબદારી સંભાળી હતી.

આખી બીએસશી ટીમ સવારથીજ સેવા માટે તૈયાર હતી. સવારના ૧૦ વાગે નાસ્તામાં ગરમાગરમ ગોટા, તીખા મરચા, લાલ અને લીલી ચટણી, ફાફડા, કોફી અને ચા આપવામાં આવેલ. જયારે મનોરંજન માટે ડી.જે. રમેશ રૂપાની અને ભરત ગાંધી દ્વારા બોલીવુડના ગીતો વગાડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ સોફ્ટ ડ્રીંકમાં ગેટરોઈડ, કોક, સ્પ્રાઈટ, પેપ્સીની વ્યવસ્થા કરવામાં આવેલ. બપોરે ૧ વાગે લંચમાં નવીન વસ્તુ 'પુનરી મિશાલ' કહેછે જેમાં સેવ ઉશલ, ચણાનો રગડો, પાવભાજી, ભાવનગરી ગાંઠિયા, હોટ મિક્ષ, ડુંગળી,દહીં, લાલ અને લીલી ચટણીથી બનાવાવામાં આવેછે. આ સમય દરમિયાન બાળકો માટેની રમતો મયુઝિક ચેર, મોટાઓ માટે બિન્ગો ગેમ નું આયોજન કરવામાં આવેલ. ઉજાણી દરમિયાન શામ્બર્ગ ટાઉનશીપના ટ્રસ્ટી નીમીશભાઈ જાની, શામ્બર્ગ વિલેઝના પ્રેસીડેન્ટ ટોમ ડેલી, હેનોવર પાર્ક વિલેઝ ના પ્રેસિડેન્ટ રોડની ક્રેગ,તથા રોજેલ વિલેઝ ના મેયર એન્ડી મેગ્લીઓ એ ઉજાણી નિમિતે હાજરી આપી ભારતીય સમુદાયના લોકોને મળીને આનંદ થયો. બપોરના ૩ વાગે  બીએસસી અને સ્વયંસેવકો દ્વારા વોટર મિલોન, આઈસ્ક્રીમ, આઈસ ગોલા બનાવીને આપવામાં આવેલ. સાંજે ૫ વાગે બીએસસીના સેક્રેટરી રક્ષિકા અંજારિયા અને કલ્યાણી પટેલ દ્વારા બિન્ગો અને મ્યુઝીકલ ચેર વિજતાઓને ઇનામ આપવામાં આવેલ.

સિંગલ લાઈન બિન્ગો વિજેતાઓ:

હશમુખ કોઠારી, બીના પટેલ, મયુર શાહ, હીના પરીખ, શિલ્પા દેસાઈ, કલ્પના શાહ, નયના મોદી, નિર્મલા પટેલ, તૃપ્તિ કડકિયા,ભરતી દેસાઈ, ચંપક પટેલ.

ફૂલ હાઉસ વિજેતા: શારદાબેન પગદલ, હેમા શાહ, નીલું તલાટી,

મ્યુઝીકલ ચેર વિજેતા: કેવળ પટેલ, પૂજા પરમાર.

ઉપપ્રમુખ શ્રી પરસોત્તમભાઈ પંડ્યાએ બીએસસી કમિટી નીચે જણાવેલ  સભ્યોનો આભાર માનેલ.

જાહેર રસ્તાઓ ઉપર  પીકનીક સાઈન બોર્ડ લગાવનાર કમિટી: માધુભાઈ પટેલ, અજીત પટેલ, જયંતી ઓઝા. ભોજન વ્યવસ્થા કમિટી: બચુભાઈ પગડલ, ઇન્દુભાઇ વાઘાણી, સુરેશ પટેલ, નાણા વહીવટ કમિટી: મદારસંગ ચાવડા, વિષ્ણુભાઈ પટેલ, મધુસુદન પટેલ, રમણભાઈ પટેલ.

ટ્રાન્સપોર્ટ ટેસન, ખુરશી ટેબલ, ગારબેઝ કલેક્સન કમિટી: પ્રવીણ અમીન, બાબુભાઈ પટેલ, મહેશ પટેલ, શિરીષભાઈ શાહ, અમરતભાઈ પટેલ, ચંદુભાઈ દવે, અશ્વિન બોડીવાલા.

સોફ્ટ ડ્રીન્કસ વ્યવસ્થા: નવીન ધોળકિયા રસોઈ વ્યવસ્થા: ઉરુ સ્વાતી બાળકો માટે ના ડોનટ સ્પોન્સોર: ઇન્દુભાઇ વાઘાની.

તથા શ્રી પંડ્યાએ ઇન્ડીયન સીનીયારના પ્રમુખ શ્રી નરસિંહભાઈ પટેલ, યુનાઇટેડ સીનીયર પરિવારના પ્રમુખ શ્રી રમણભાઈ પટેલ, રમેશભાઈ ચોકસી, સિલ્વર સિનીયર ના પ્રમુખ શિરીષ પટેલ તથા અશોક પોતદાર અને ન્યુઝ મીડિયાના ટીવી એશિયા ના વંદના જીગન તથા ન્યુજ મીડિયાના ફોટોગ્રાફર જયંતી ઓઝા નો આભાર માનેલ.તેવું શ્રી જયંતીભાઈ ઓઝાની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)