Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

અમદાવાદમાં શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને સાંપ્રત સમયમાં ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો

'આઈના' દ્વારા દેશભરમાં રસપ્રદ વિષયો ઉપર 'આઈના કન્વર્ઝ' શિર્ષક હેઠળ અર્થસભર વકતવ્યોની શ્રેણી યોજાશેઃ ડો.સંબિત પાત્રાનું તેજાબી વકતવ્ય : પૂ.દ્વારકેશલાલજી અને જય વસાવડાએ કરી જમાવટ : જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ : તાજેતરમાં અમદાવાદના પંડિત દિન દયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને સાંપ્રત સમયમાં ઉજાગર કરતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવકતા ડો. સંબિત પાત્રા, વૈષ્ણવાચાર્ય પ.પૂ શ્રી દ્વારકેશલાલજી, પ્રસિદ્ઘ લેખક અને વકતા જય વસાવડા કૃષ્ણ જીવનના વિવિધ આયામોને આજના જીવન સાથે સાંકળ્યા, સાથે વિખ્યાત ગાયિકા મીરાંદે શાહે કૃષ્ણ ગીતોના રુપે અજવાળા પાથર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી અતિથિ વિશિષ્ટ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૦થી વધુ મહાનુભાઓ તથા ૧૫૦૦થી વધુ લોકોની હાજરીમાં અવિસ્મરણીય કાર્યક્રમ યોજાયો હતો.

ડો સંબિત કૃષ્ણે રાજકારણ વિષે, વૈષ્ણવાચાર્ય પૂ શ્રી દ્વારકેશલાલજી આજના જીવનમાં કૃષ્ણ અને  જય વસાવડાએ કૃષ્ણ અને મૈત્રીના વિવિધ આયામોને સાંકળ્યા વિષે વકતવ્ય આપ્યુ હતું. આ પ્રસંગે મીરાંદે શાહ  દ્વારા કૃષ્ણ જીવનને સ્પર્શતા અને અત્યન્ત જાણીતા કૃષ્ણ ગીતોનું રસપાન કરાવાયુ હતું.

છેલ્લા પંદરવર્ષથી અમેરિકા અને ભારતમાં વૈવિધ્ય સભર કાર્યક્રમો પીરસીને 'આઈના' સંસ્થાએ 'ચાલો ગુજરાત' ના નેજા હેઠળઙ્ગ અત્યંત પ્રતિષ્ઠત સ્થાન પ્રાપ્ત કર્યું છે વર્ષ ૨૦૦૫થી શરુ કરીને આજ દિન સુધીમાં નિરંતર નાવીન્ય સભર કાર્યક્રમોએ આઈના અને ચાલો ગુજરાતનો ટ્રેડમાર્ક બની ગયેલ છે. હવે 'આઈના' દ્વારા ભારતભરના શહેરોમાં રસપ્રદ વિષયો ઉપર 'આઈના કન્વર્ઝ'ના નામે અર્થસભર વકતવ્યોની શ્રેણીનું આયોજન થશે.

'આઈના કન્વર્ઝ' ના નામે રજુ થવા જઈ રર્હેલા આ કાર્યક્રમોમાં દેશના પ્રગતિશીલ યુવાનો અને પ્રબુદ્ઘ શ્રોતાઓના સુંદર સમન્વય સમક્ષ ભારત ની સંસ્કૃતિ, ઇતિહાસ, વિકાસ, કલા અને સાહિત્યય જેવા વિવિધતા સભર વિષયો ઉપર જેતે વિશેના તજજ્ઞો અને અગ્રણીઓના વિશિષ્ઠ વકતવ્યો પીરસાશે આ સમગ્ર કાર્યક્રમોની શૃંખલા કલા,અને સાહિત્ય ના એક અનોખા મિશ્રણ તરીકે રજુ થશે. આ કાર્યક્રમની પ્રથમ કડીનો વિષય શ્રી કૃષ્ણના જીવનના વિવિધ પાસાઓને સાંપ્રત સમયમાં ઉજાગર કરવાનો છે. અમદાવાદ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ડો. સંબિત પાત્રા, વૈષ્ણવાચાર્ય પૂ શ્રી દ્વારકેશલાલજી, પ્રસિદ્ઘ લેખક અને વકતા જય વસાવડા કૃષ્ણ જીવનના વિવિધ આયામોને આજના જીવન સાથે સાંકળ્યા હતા, સાથે વિખ્યાત ગાયિકા મીરાંદે શાહે કૃષ્ણ ગીતોના રુપે અજવાળા પાથરયા હતા. આજ પ્રકારના રસપ્રદ વિષય વસ્તુ ઉપર આગામી સમયમાં મુંબઈ, દિલ્લી, ચેન્નાઇ ,રાજકોટ સુરત, જવા શહેરોમાં યોજાશે. અમેરીકા સ્થિત એઆઈએએનએ સંસ્થાના પ્રમુખ શ્રી સુનિલભાઈ નાયક અને ભારત ખાતેના એઆઈએએનએ સંસ્થાના સંયોજક શ્રી પ્રફુલભાઈ નાયકના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

(4:14 pm IST)