Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

શ્રી ધર્માત્મા શરણને " લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ " : વિશ્વભરમાં સૌંદર્ય સ્પર્ધાઓ તથા ફેશન શો ના આયોજનો કરવા બદલ અમેરિકાના વોશિંગટનમાં બૉલીવુડ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીના હસ્તે બહુમાન કરાયું

વોશિંગટન : યુ.એસ.માં ન્યુયોર્ક સ્થિત ઇન્ડિયા કલચરલ ફેસ્ટિવલ ( ICF ) ના ફાઉન્ડર તથા ચેરમેન શ્રી ધર્માત્મા શરણનું બૉલીવુડ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી દ્વારા 22 જૂન 2019 ના રોજ શિત્તલે વોશિંગટન મુકામે લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું ભારતની સંસ્કૃતિ તથા સૌંદર્ય ,તથા પરફોર્મિંગ આર્ટ્સને  ઉજાગર કરવા વિશ્વ સ્તરીય સૌંદર્ય સ્પર્ધાના આયોજનો કરવા બદલ તેમને સન્માનિત કરાયા હતા.

શ્રી શરણ યુ.એસ..સહીત વિશ્વભરમાં સૌંદર્ય સ્પર્ધાઓ તથા ફેશન શો ના આયોજનો કરવા બદલ સુવિખ્યાત છે. તેમણે ભારતની સુંદરીઓને વિશ્વ સ્તરીય ઓળખ અપાવવા માટે સૌપ્રથમવાર 1990 ની સાલમાં મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.હાલમાં 40 જેટલા દેશોમાં તેમના આયોજિત સૌંદર્ય સ્પર્ધાઓ તથા ફેશન શો યોજાય છે.

(6:55 pm IST)