Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

યુ.એસ.કોન્સ્યુલેટ જનરલ મુંબઇના ઉપક્રમે મહારાષ્ટ્રમાં હવાની ગુણવતા માપતા ઉપકરણનું લોંચીંગ કરાયું: હવાઇ પ્રદુષણથી લોકોને જાગૃત કરી હેલ્થકેર માટે યોગદાન આપવાનું વૈજ્ઞાનિક અભિયાન

 

મુંબઇઃ યુનાઇટેડ સ્ટેટસ કોન્સ્યુલ જનરલ મુંબઇએ ઇન્ડિયન મેન્યુફેકચરર અર્બન સાયન્સ સાથેની ભાગીદારીથી સૌપ્રથમવાર ઓછી કિંમતનું વૈજ્ઞાનિક પધ્ધતિ સાથેનું હવાઇ નિરીક્ષણ માટેનું ઉપકરણ લોંચ કર્યુ છે.

હવાની ગુણવત્તા તથા સ્વચ્છતા માપવા માટે ઓછી કિંમતના ઉપકરણો બનાવતી સ્ટાર્ટ અપ કંપનીઓને આમંત્રિત કરી હતી. યુ.એસ. એન્વાયરમેન્ટલ પ્રોટેકશન એજન્સી આ માટે પ્રમાણભૂત છે. જેના આધારે યુ.એસ.કોન્સ્યુલેટ હવાનું નિરીક્ષણ કરી તેના ઉપર નિયંત્રણ રાખવાનું ભારતમાં કામ કરે છે.

તેમાં વધુ ૨ ઉપકરણો અર્બન સાયન્સ તથા ઇન્ડિયન સ્ટાર્ટઅપ દ્વારા ઉમેરાયા છે. જે માટે યુ.એસ.ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડોમેન્ટ ફન્ડનો સહયોગ મળ્યો છે. તથા કોન્સ્યુલેટ દ્વારા લોચીંગ કરાયેલા ઉપકરણ સાથે તેને જોડી દઇ પરિણામો મેળવવાનું શરૂ કરી દેવાયું છે.

આ પ્રસંગે કાર્યકારી કોન્સ્યુલ જનરલ જેન્નીફર લાર્સનએ જણાવ્યું હતું કે ઓછી કિંમતના ''બેટા એટેન્યુએશન મોનીટર (BAM)'' સાથેના આ નવનિર્મિત ઉપકરણોના જોડાણથી હવાની ગુણવતાની પારદર્શિતા જાણી શકાશે. તથા હવાઇ પ્રદુષણથી લોકોને જાગૃત કરી હેલ્થકેર માટે યોગદાન આપી શકાશે તેમજ મહારાષ્ટ્ર સ્ટેટનો હવાઇ પ્રદુષણનો પ્રશ્ન હલ કરી શકાશે.

તેમણે ઉમેર્યુ હતું કે યુ.એસ. ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ તથા પબ્લીક અને પ્રાઇવેટ પાર્ટનરશીપના સંયુકત પ્રયાસોથી આ કામગીરી સતત ચાલુ રખાશે.

આ તકે અર્બન સાયન્સીસ ફાઉન્ડર શ્રી રોનક સુતરિયાએ પણ આ સંયુકત પ્રયાસથી સાયન્સ તથા ટેકનોલોજી સંશોધનોને વેગ મળતો રહેશે. તેમણે ઉમેર્યુ હતું કે હવાઇ ગુણવતા માપવા માટેનો આ મહત્વનો પ્રયાસ છે.

વિશેષ માહિતી યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઇના પબ્લીક અફેર્સ સેકશન દ્વારા AFFAirs@state.gov દ્વારા મળી શકશે તેવું યુ.એસ.કોન્સ્યુલેટ જનરલ મુંબઇની યાદી જણાવે છે.

(7:30 pm IST)