Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

યુ.એસ.માં IACFNJના ઉપક્રમે ૨૮ જુલાઇ ૨૦૧૯ રવિવારના રોજ સમર પિકનીકઃ રમત-ગમત, લાઇવ ડી.જે. સાથે જુના નવા ફીલ્મી ગીતોની રમઝટ, ઇનામો, તથા સ્વાદિષ્ટ લંચ અને ડીનરની મોજઃ મેમ્બર્સ માટે વિનામૂલ્યે યોજાનારી પિકનીકમાં જોડાવાની છેલ્લી તારીખ ૧૫ જુલાઇ ૨૦૧૯

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ઇન્ડો અમેરિકન કલ્ચરલ કાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી IACFNJ ની વાર્ષિક સમર પિકનીક ૨૮ જુલાઇ ૨૦૧૯ રવિવારના રોજ યોજાશે. મર્સર કાઉન્ટી પાર્ક ખાતે યોજાનારી આ આઠ કલાકની પિકનીકમાં મનોરંજનની ભરમાર હશે. જેમાં મેમ્બર્સ તથા નોન મેમ્બર્સ સ્ટેટ પબ્લીક અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં કોમ્યુનીટી મેમ્બર્સ જોડાશે. જે માટે રજીસ્ટ્રેશન ૧૫ જુલાઇ સુધીમાં કરાવી લેવાનું રહેશે.

આ પિકનીકમાં રમત-ગમત, બાળકો માટે મનોરંજક રમતો, બિન્ગો, પ્રાઇઝીસ, લાઇવ ડીજે તથા મ્યુઝીક અને ગીતોની રમઝટ યોજાશે. તેમજ બાળકો સહિત તમામ માટે ચા-પાણી નાસ્તો, સ્વાદિષ્ટ લંચ તથા ડીનર યોજાશે. જે મેમ્બર્સ માટે વિનામૂલ્યે તથા નોન મેમ્બર્સ માટે ૫ ડોલરની ફી સાથે અપાશે.

ડી જે દર્શન તથા ડી જે આશિષ જુના નવા બોલીવુડ ગીતોની રમઝટ બોલાવશે.

ઉલ્લેખનીય છે કે IACFNJ નવરાત્રિ ગરબા, સમર પિકનીક, ઇન્ડીપેન્ડન્સ ડે સેલિબ્રેશન, હોલી ડે પાર્ટી, સ્પિન્ગ ફેસ્ટીવલ, સહિત વિવિધ ઉત્સવોની ઉજવણી દ્વારા કોમ્યુનીટીને સંગઠિત રાખવાનું કાર્ય કરે છે.

આગામી પિકનીકને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા એકઝીકયુટીવ બોર્ડ મેમ્બર્સ શ્રી હિતેષ પટેલ, ચેરમેન ડો. તુષાર પટેલ, પ્રેસિડન્ટ શ્રી મહેશ પટેલ, તથા વાઇસ પ્રેસિડન્ટ શ્રી દેવેન પટે, સેક્રેટરી શ્રી મેક શાહ ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ, જોઇન્ટ સેક્રેટરી સુશ્રી સુરભિ અગરવાલ, ટ્રસ્ટીઓ શ્રી રાવજીભાઇ પટેલ, શ્રી રેવો નાવાણી, શ્રી મુર્થી યેરામિલ્લી, તથા શ્રી જાધવ ચૌધરી સહિતના હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉપરાંત આ વર્ષે IACFNJ દ્વારા નોર્થ બ્રન્સવીક તથા સાઉથ બ્રન્સવીકના સ્ટુડન્ટસને આ વર્ષે સ્કોલરશીપ અપાશે.

IACFNJના ઉપક્રમે આગામી ૧૮ ઓગ.૨૦૧૯ રવિવારના રોજ સવારે ૧૧ થી ૨ વાગ્યા દરમિયાન ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવાશે. નવરાત્રિ ગરબા ૨૭ તથા ૨૮ સપ્ટેં અને ૪ તથા ૫ ઓકટો. ૨૦૧૯ના રોજ ઉજવાશે. હોલી ડે પાર્ટી નવેં.૨૦૧૯માં યોજાશે. દરેક કાર્યક્રમો અંગેની વિગતવાર માહિતી ટુંક સમયમાં જાહેર કરાશે.

વિશેષ માહિતી WWW.IACFNJ.org દ્વારા અથવા ઇમેલ info@iacfnj.org દ્વારા અથવા પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ કોન્ટેક નં.૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા મળી શકશે. તેવું શ્રી તુષાર પટેલની યાદી જણાવે છે.

(8:10 pm IST)