Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

અમેરિકામાં ૨૮ જુનના રોજ નીકળેલી પ્રાઇડ પરેડમાં સુશ્રી કમલા હેરીસ ખુશમિજાજ સાથે જોડાયાઃ LGBT લોકોને સમાન હક્કો અપાવવા નીકળેલી પરેડને સમર્થન ઘોષિત કર્યુઃ ગવર્નર, હાઉસ સ્પીકર, સહિતના મહાનુભાવો પણ જોડાયા

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં નીકળેલી પ્રાઇડ પરેડમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર તથા ડેમોક્રેટીક પાર્ટીના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરીસ જોડાયા હતા. તથા મન મુકીને ડાન્સ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે યુ.એસ.માં ૨૮ જુન ૧૯૬૯ની સાલથી લેસ્બીઅન, ગે, બાયસેકસ્યુઅલ, ટ્રાન્સઝેડર LGBT લોકોને સમાન હક્કો મળે તે માટે લડત ચલાવતી પરેડ નીકળે છે. જેના ૫૦ મા વર્ષે સુશ્રી કમલા હેરીસ આ પરેડના સમર્થનમાં જોડાયા હતા. તથા આ લોકો પણ અન્ય નાગરિકોની જેમ જ સમાન હક્કો માટે હકકદાર છે તેમ જણાવ્યું હતું. સુશ્રી હેરીસની રંગબેરંગી વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેઓ પ્રાઇમ મિનીસ્ટર પદ માટેના હોટ ફેવરીટ પ્રથમ ૧૦ ઉમેદવારોમાં સ્થાન ધરાવે છે.

પરેડમાં તેમની સાથે જોડાયેલા લોકોમાં ગવર્નર ગ્રેવીન ન્યુસમ, હાઉસ સ્પીકર નેન્સી પેલોસી સહિતના મહાનુભાવો જોડાયા હતા.

(7:40 pm IST)